તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વોલમાર્ટના બંધ થતાં સ્ટોરમાં 75 ટકા ડિસ્કાઉન્ટ, ઉઠાવાયો આવો લાભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાની જાયન્ટ રિટેઇલ કંપની વોલમાર્ટનો ઓહાયોમાં બેડફર્ડ સ્થિત એક સ્ટોરનો આ ફોટોગ્રાફ છે. સ્ટોરના મોટાભાગના શેલ્ફ ખાલી છે. આટલા વિશાળ સ્ટોરમાં શોધવાથી પણ માંડ કંઇ વેચાવાનું બાકી હશે. આનું કારણ છે, સ્ટોરમાં 75 ટકા ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું હતું. જેથી લોકોએ હાથમાં જે પણ આવ્યું તેને ઘર ભેગું કર્યું. 75 ટકા ડિસ્કાઉન્ટ પાછળનું મુખ્ય કારણ હતું કે, વોલમાર્ટ અમેરિકામાં તથા અન્ય દેશોમાં તેના 269 સ્ટોર્સ કાયમ માટે બંધ કરી રહ્યું હતું, આથી સ્ટોર્સમાં પડેલા સ્ટોકને કાઢવા માટે આ ભારે ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું હતું.
વોલમાર્ટે અમેરિકામાં 154 સ્ટોર્સ બંધ કર્યા
વોલમાર્ટના વિશ્વભરમાં 11600 સ્ટોર્સ આવેલા છે. જે તેને વિશ્વનો નંબર વન રિટેઇલ ચેઇન સ્ટોર બનાવે છે. ગત વર્ષની સરખામણીમાં ચોથા ક્વાર્ટરમાં તેમની આવક 7.9 ટકા જેટલી ઘટતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બંધ કરવામાં આવેલા 269 સ્ટોર્સ પૈકી 154 સ્ટોર્સ અમેરિકામાં આવેલા છે. અહીં કામ કરતાં વર્કર્સને હવે નજીકના સ્ટોર્સમાં મૂવ કરવામાં આવે તેવી શક્યતા છે.

કંપનીનું કહેવું છે કે, સ્ટોર્સને બંધ કરવાનો નિર્ણય ખરેખર મુશ્કેલ હતો, પરંતુ આર્થિક પરિણામોને જોતાં આ નિર્ણય લીધો છે. ભવિષ્યમાં અમે મોટા સ્ટોર્સ પર વધુ ફોકસ કરીશું. જો કે, કંપનીએ 12 મોટા સ્ટોર્સ પણ બંધ કર્યા છે. જે પૈકી ઓહાયોના બેડફર્ડ ખાતે ફોટોગ્રાફર નિકોલસ એકહાર્ટે ફોટો ક્લિક કર્યા હતા. નિકોલસ પોતાની વેબસાઇટ ડેડ એન્ડ ડાઇંગ રિટેઇલ માટે આવા ફોટોગ્રાફ્સ ક્લિક કરે છે.
ફોટોગ્રાફ્સમાં દેખાતો બેડફર્ડના વોલમાર્ટ સ્ટોરનો 28મી જાન્યુઆરીએ અંતિમ દિવસ હતો. સ્ટોરના છેલ્લા દિવસે ફોટોગ્રાફરે આ ફોટો ક્લિક કર્યા છે. આમ, 70 ટકા ડિસ્કાઉન્ટને કારણે મોટાભાગનો સ્ટોર્સ સાવ સફાચટ થઇ ગયો હતો, તેમ છતાં ગણ્યા ગાંઠ્યા લોકો છેલ્લા દિવસે સ્ટોર ખાતે દેખાયા હતા.
સ્લાઇડ્સ બદલોને જુઓ PHOTOS
અન્ય સમાચારો પણ છે...