તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રશિયાએ USના ફાઈટર પ્લેનનો 19 મિનિટ સુધી રોક્યો રસ્તો, અમેરિકા ભડક્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ સાત મહિના બાદ રશિયા અને અમેરિકાના ફાઈટર પ્લેલ ફરી સામ-સામે આવ્યા હતા. બ્લેક સી ઉપર અમરિકાના જાસુસી પ્લેનને રોકવા માટે રશિયન પ્લેન 10 ફૂટ નજીક આવી ગયું હતું. અંદાજે 19 મિનિટ સુધી બંને પ્લેનો સાથે ઉડતા રહ્યાં. રશિયાના આ પ્રયાસને અમેરિકાએ 'અનસેફ અને અનપ્રોફેશનલ' ગણાવ્યું હતું. પેંટાગનનું કહેવું છે કે રશિયાને કારણે કોઈ મોટી દુર્ઘટના થવાની સંભાવના હતી.
શું છે સમગ્ર ઘટના ?
- બુધવારે રશિયાની બોર્ડર પાસે બ્લેક સીમાં બે દેશોના ફાઈટર પ્લેન સામ-સામે આવી ગયા હતા.
- અમેરિકાની ડિફેન્સ ઓફિશિયલે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે રશિયાના ફાઈટર પ્લેને ગેરવર્તણૂક કરી છે.
- તો રશિયન ડિફેન્સ મિનિસ્ટ્રીનું કહેવું છે કે SU-27 પ્લેન માત્ર એ જાણવાનો પ્રયાસ કર્યો કે US P-8 પ્લેન તેની સીમાની નજીક શું કરી રહ્યું છે.
- રશિયાનું કહેવું છે કે પ્લેને ટ્રાંસપોંડર્સ ઓન નહોતુ કર્યુ, જેથી પ્લેનની એક્ટિવિટીઝ પર શંકા હતી.
રશિયાએ કહ્યું આવું અનેક વખત થયું
- રશિયાએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે બોર્ડરમાં પ્રવેશવાનો પ્રયાસ અગાઉ પણ થયો હતો.
- અગાઉ નાટોના એરક્રાફ્ટ યૂક્રેન સહિત દેશની બીજી બોર્ડર પાસે જાસુસી અને મિલિટરી એક્સરસાઈઝમાં જોડાયા હતા.
શું કહ્યું અમેરિકાએ ?

- પેન્ટાગન પ્રવક્તા જેફ ડેવિસે કહ્યું, રશિયાના આ પ્રયાસને કારણે કોઈ દુર્ઘટના થવાની શક્યતા હતી.
- '' P-8 પ્લેન ઈન્ટરનેશનલ એરસ્પેસમાં એ સમયે રૂટીન ઓપરેશનમાં હતું'
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો