તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજ્ઞાનિકોને મળી સૌથી મોટી સફળતા, ત્રણ પેરેન્ટ્સથી જનમ્યું દુનિયાનું પ્રથમ બાળક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મિયામીઃ મેક્સિકોમાં દુનિયાના એવા બાળકે જન્મ લીધો છે જેના ત્રણ પેરેન્ટસ છે. બાયોલોજીકલી બે માતા અને એક પિતા. આ ટેક્નિકનો ઉપયોગ અમેરિકાના વિજ્ઞાનિકે જોર્ડનમાં રહેતા એક કપલ પર કર્યો, આ એક્સપેરિમેન્ટ્સને સૌથી મોટી સફળતા માનવામાં આવી રહી છે. આ ટેક્નિકમાં ત્રણ પેરેન્ટ્સના ડીએનએનો ઉપયોગ કરવામાં આવ્યો ન્યૂ સાઈન્ટિસ્ટ મેગેઝિનમાં મંગળવારે પબ્લિશ કરવામાં આવેલા એક રિપોર્ટમાં આ ખુલાસો કરવામાં આવ્યો હતો.
માતાની બીમારીથી બાળકને બચાવવા કરાયો એક્સપેરિમેન્ટ્સ
- મેગેઝિને મહિલાની ઓળખ જાહેર નથી કરી, મહિલાના જીનમાં લી સિંડ્રોમ ડિસઓર્ડર હતું જે માતામાંથી બાળકમાં ટ્રાંસફર થાય છે.
- આવી સ્થિતિમાં બાળકનું બે-ત્રણ વર્ષમાં જ મૃત્યુ થઈ જાય છે.
- મહિલાના પતિ સૌથી પહેલા ન્યૂયોર્કના ન્યૂફર્ટિલિટી સેન્ટરના ડોક્ટર જોન ઝેંગ સાથે મળ્યા.
- તેમણે ડોક્ટરને જણાવ્યું કે તેઓને એક બાળક જોઈએ જે જેનેટિકલી તેમનું જ હોય પરંતુ બાળકમાં બીમારી ન આવે.
- જો કે અમેરિકામાં ત્રણ પેરેન્ટ્સથી બાળકને જન્મ આપનારી ટેક્નિક માટે કોઈ કાયદો નથી. આથી ડોક્ટરોએ પહેલા મનાઈ કરી.
- પ્રો ન્યૂક્લિયર ટ્રાંસફર નામની એક ટેક્નીક છે. જેને બ્રિટનમાં કાયદેસર માન્યતા આપવામાં આવે છે.
- આ ટેક્નિકમાં બે એમ્બ્રાયોને તોડવામાં આવે છે. પરંતુ મુસ્લિમ હોવાને કારણે કપલે આ ટેક્નિકની મનાઈ કરી.
- બાદમાં અમેરિકન વિજ્ઞાનિકોએ એક નવી જ ટેક્નિક વિક્સાવી.
આવી રીતે કર્યો એક્સપેરિમેન્ટ

- વિજ્ઞાનિકોએ પહેલા સ્ટેપમાં ખરાબ માઈટોકોન્ડ્રિયા વાળા માતાના અંડ કોષથી ન્યૂક્લિયસ કાઢી પ્રિજર્વ કર્યા.
- બીજા સ્ટેપમાં તેઓએ ડોનર માતાની સારી માઈટોકોન્ડ્રિયા વાળા સેલના ન્યૂક્લિયસને હટાવી નાખ્યા.
- ત્રીજા સ્ટેપમાં ડોનર માતાના ઈંડામાં અસલી માતાના ન્યૂક્લિયસને ઉમેર્યું.
- આવી રીતે તૈયાર થયેલા ઈંડામાં પિતાના સ્પર્મથઈ ફર્ટિલાઈઝ કર્યું જેનાથી બાળકનો જન્મ થયો.
જેનેટિક બીમારી રોકી શકાય

- એક્સપર્ટ્સ આ ટેક્નિકને હેલ્થ સેક્ટરમાં એક નવા યુગનો આગાઝ માને છે.
- એક્સપર્ટ્સનું માનવું છે કે આ ટેક્નિકથી બીમારીઓને બાળકમાં જવાથી રોકી શકાય છે.
- ત્રણ લોકોના ડીએનએથી બાળકને જન્મ આપવાની શરૂઆત 1990ના દાયકામાં થઈ હતી. પરંતુ આ વખતે જે ટેક્નિકનો ઉપયોગ થયો તે સૌથી અલગ છે.
- જો કે એક્સપર્ટ્સે ચેતાવણી આપી છે કે માઈટોકોન્ડ્રિયલ ડોનેશનની આ ટેક્નિકની કાયદેસર રીતે તપાસ જરૂરી છે.
અન્ય સમાચારો પણ છે...