તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હસ્તમૈથુન કરવા પર સાત હજારનો દંડ!, US સંસદમાં રજૂ કરાયો પ્રસ્તાવ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં ટેક્સસની એક નેતાએ પુરુષો પર હસ્તમૈથુન કરવાના બદલામાં 100 ડોલર (એટલે કે અંદાજે 6547.81 રૂપિયા)નો દંડ રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવમાં હોસ્પિટલ અથવા ક્લિનિકની મંજૂરીથી કરવામાં આવેલા હસ્તમૈથુનને અલગ રાખવામાં આવ્યા છે. જેસિકા ફર્રાર એક ડેમોક્રેટિક સાંસદ છે જે આ પ્રસ્તાવ પર કામ કરી રહી છે.
 
શું કહેવું છે સાંસદનું ?
 
- ડેમોક્રેટિક સાંસદ જેસિકાએ ટેક્સસ ટ્રિબ્યુનને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે નજન્મેલા બાળકની પણ દરેક રીતે સુરક્ષા થવી જોઈએ.
- જસિકાએ કહ્યું કે જો કોઈ વ્યક્તિ સંબંધ બાંધ્યા વગર બહાર સ્પર્મ કાઢે તો તે નજન્મેલા બાળક વિરોધી ગણાશે.
- જેસિકા ફર્રારે 'પુરુષોને જાણવાના અધિકાર' કેમ્પેઈન હેઠળ જણાવ્યું કે મહિલાઓને કેટલાક ખાસ હેલ્થકેયર કાયદાના નામે પરેશાન કરવામાં આવે છે પરંતુ પુરુષો માટે એવો કોઈ કાયદો નથી.
 
હસ્તમૈથુન નિષ્ફળતાની નિશાની!
 
જેસિકા ફર્રારે કહ્યું કે જેવી રીતે નસબંદી અથવા વિયાગ્રા માટે કોઈ ફોર્મ મળ્યા પહેલા રાખ જોવી અનિવાર્ય છે, તેમ મેડિકલી ગેરજરૂરી ડિઝિટલ રેક્ટલ તપાસ માટે પણ રાહ જોવી પડે છે. તેઓનું કહેવું છે કે હેલ્થ કેયર પ્રતિબંધોને કારણે અમેરિકન મહિલાઓને પરેશાની પડી રહી છે. જેસિકાએ કામુકતાનું વર્ગીકરણ કરી જણાવ્યું કે આ પ્રસ્તાવ યોનિની બહાર શુક્રાણુ બહાર કાઢવાની પ્રક્રિયા સામે કાર્યવાહી છે. સાથે જ તેઓએ કહ્યું કે હસ્તમૈથુન જીવનની પવિત્રતા જાળવી રાખવામાં પોતાની નિષ્ફળતા જેવું છે.
 
મહિલાઓની પરેશાની માટે સરકાર જવાબદાર
 
જેસિકાએ કહ્યું કે ઘણા લોકોને આ વાત મજાક લાગી રહી છે, ટેક્સસમાં જે મહિલાઓ દરરોજ અનુભવી રહી છે તે કોઈ મજાક નથી, ટેક્સસના સાંસદોએ મહિલાઓના જીવનને વધુ મુશ્કેલ બનાવી દીધું છે. ટેક્સસના હાઉસ ઓફ રિપ્રેજેન્ટેટિવ પર રિપબ્લિકન્સનું નિયંત્રણ છે. અહીં ગર્ભપાતને લઈને નિયમો વધુ કડક છે. અહીં રૂઢિવાદી ઈસાઈ પરંપરા પ્રમાણે ગર્ભપાતનો કાયદો બનાવવામાં આવ્યો છે. વર્ષ 2011માં ગર્ભપાતથી 24 કલાક પહેલા મહિલાને મુશ્કેલ અલ્ટ્રાસાઉન્ડમાંથી પસાર થવું પડે છે. જેમાં મહિલાઓને બે વખત હોસ્પિટલની મુલાકાત લેવી પડે છે. આ નિયમને કારણે સાંસદ જેસિકા નારાજ છે. ફર્રારે કહ્યું કે જ્યારે એક મહિલા ટ્રાંસ-વઝાઈનલ અલ્ટ્રાસાઉન્ડમાંથી પસાર થાય છે ત્યારે તેના સ્વાથ્યની સુવિધાનું ધ્યાન રાખવામાં આવતું નથી. આ સમગ્ર પ્રોસેસથી તેની માનસિક પરેશાની માટે ખૂદ સરકાર જવાબદાર છે.
 
આગળની સ્લાઈડ પર જુઓ જેસિકાએ સોશિયલ મીડિયા પર શું કહ્યું.....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો