• Gujarati News
  • Texas Police Release Body Cam Video Of Fatal Shooting

ટેક્સાસઃ પોલીસ એકાઉન્ટરનો વીડિયો જાહેર, લૂંટના શકમંદ પર કર્યુ હતું ફાયરિંગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટેક્સાસઃ અમેરિકામાં ટેક્સાસ પોલીસે ફાયરીંગનો એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં પોલીસ અધિકારી કેલિન ગ્રીફિન અને સાર્જન્ટ ગૈબરેલ ગ્રીન લૂંટના એક શંકાસ્પદ આરોપી પર ફાયરીંગ કરતા નજરે પડે છે. તેમણે ફક્ત લૂંટની શંકામાં જ એક વ્યક્તિનો જીવ લીધો હતો. વીડિયો પોલીસના બોડી કેમેરામાં રેકોર્ડ થયો હતો. આ ઘટના ગઇ 31,મેની છે. આ ઘટનાને લઇને આ બંન્ને પોલીસ અધિકારીઓ સવાલોના ઘેરામાં આવી ગયા હતા અને તેઓને એક મહિના સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
રેસ્ટોરન્ટમાં ટકરાયો હતો શંકાસ્પદ વ્યક્તિ
પોલીસ દ્વારા જાહેર કરાયેલા આ વીડિયોમાં પોલીસની ટીમ લૂંટના આરોપીની શોધ કરતી જોવા મળી રહી છે. એન્ડર્સન કાઉન્ટીના પેલેસ્ટાઇનના એક વોલમાર્ટ સ્ટોરમાં થયેલી લૂંટના આરોપીની શોધમાં પોલીસ જેવી એપ્પસલબી રેસ્ટોરન્ટમાં પ્રવેશે છે કે તરત જ તેની નજર જેમ્સ બુશે પર પડે છે. પોલીસને જોતા જ બુશે સવાલ કરે છે કે તમારે શું જોઇએ છે. જેના પર સાર્જન્ટ તેને લૂંટનો આરોપી ગણાવી તેને રેસ્ટોરન્ટની બહાર નીકળવાનું કહી તેના આઇ કાર્ડ માંગણી કરે છે.
શંકાસ્પદ વ્યક્તિ પર ફાયરીંગ
જેમ્સ બંન્ને પોલીસ અધિકારીઓ સાથે બહાર નીકળે છે. આઇકાર્ડ દેખાડવાના બદલે જેમ્સ ગન કાઢી પોલીસ અધિકારીઓ પર તાકે છે. અધિકારીઓ તેની પાસેથી ગન છીનવાનો પ્રયાસ કરે છે પરંતુ તે બચી નીકળવામાં સફળ રહે છે. એવામાં પોલીસ તરત જ તેના પર ગોળીબાર શરૂ કરી દે છે અને જેમ્સનું ઘટનાસ્થળ પર જ મોત થઇ જાય છે. ત્યારબાદ પોલીસ જેમ્સ પાસેથી 9એમએમની હેન્ડગન જેવી દેખાતી પિસ્તોલ જપ્ત કરે છે.
ડ્યુટી પરથી હટાવવામાં આવ્યા અધિકારી અને સાર્જન્ટ
આ એકાઉન્ટરને લઇને સવાલ ઉભા થયા બાદ પોલીસ અધિકારી ગ્રીનિફ અને સાર્જન્ટ ગ્રીનને રજા પર મોકલી દેવામાં આવ્યા અને ઘટનાની તપાસ ગ્રાન્ડ જ્યુરીને સોંપવામાં આવી. એક મહિનાની તપાસ બાદ જ્યૂરીએ પોલીસ કાર્યવાહીને યોગ્ય ગણાવી અને બંન્નેને આ મામલામાં આરોપી ન બનાવવાનો નિર્ણય કર્યો. તપાસ પૂર્ણ થયા બાદ અધિકારી અને સાર્જન્ટને પાછા ડ્યૂટી પર મોકલી દેવામાં આવ્યા છે.
આગળની સ્લાઇડમાં જુઓઃ વીડિયોના સ્ક્રીનશોર્ટ્સ