તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

1945માં બીજા વિશ્વ યુદ્ધના અંતનો સિમ્બોલ બનેલી મહિલાનું નિધન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ન્યૂયોર્કઃ 71 વર્ષ પહેલા 1945માં સેકન્ડ વર્લ્ડ વોર પૂર્ણ થયા બાદ એક ફોટો સમગ્ર દુનિયામાં ચર્ચામાં આવ્યો હતો. ફોટોમાં ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર એક નેવી ઓફિસર એક નર્સને કિસ કરી રહ્યો હતો. અનેક દાયકાઓ સુધી જાપાન પર અમેરિકાના વિજયનો સિમ્બોલ બનેલી આ તસવીરમાં દેખાતી નર્સ ગ્રેટા ફ્રીડમેનનું 92 વર્ષની વયે નિધન થયું છે.
આવી રીતે બની ચર્ચાનો વિષય
- આ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો જાણીતા જર્મન-અમેરિકન ફોટોગ્રાફર અલ્ફ્રેડ ઈસેન્સટાઈડે 14 ઓગસ્ટ, 1945માં લીધો હતો. આ સમયે વર્લ્ડ વોર પૂર્ણ થવાનું એલાન કરવામાં આવ્યું હતું.
- આ દરમિયાન જ્યોર્જ મેન્ડોસા નામના એક શખ્સ એટલો ખુશ થયો કે તેણે ગ્રેટાને કિસ કરી લીધી.
- પરંતુ અનેક દસકાઓ સુધી ગ્રેટા અને મેન્ડોસાને ખ્યાલ ન રહ્યો કે તેની તસવીર દુનિયાભરમાં જાણીતી બની હતી.
- ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે આ ફોટોમાં સામેલ મહિલા અને પુરુષની ઓળખને લઈને પણ અનેક અટકળો છે.
- અંદાજે 11 લોકોએ આ ફોટોમાં દેખાતા નૌસૈનિક હોવાનો દાવો કર્યો હતો. તો ફ્રીડમેન સહિત 3 મહિલાઓએ દાવો કર્યો કે તે એ જ નર્સ છે જે ફોટોમાં દેખાય છે.
- 2005માં ફ્રીડમેને કહ્યું હતું કે 'આ તસવીરમાં હું જ છું. તે મને કિસ કરી રહ્યો હતો. આ ખુશીની પળો હતી. રોમેન્ટિક ઈવેન્ટ ન હતી'
- તો મેન્ડોસાએ જણાવ્યું કે 'હું એ સમયે નવો જ આવ્યો અને વર્લ્ડ વોર પૂર્ણ થવાથી ખૂબ જ ખુશ હતો. થોડા નશામાં પણ હતો, બસ નર્સને જોય અને કિસ કરી લીધી'
ખુશીના આ પળ પર લખાયા અનેક પુસ્તકો
- 2012માં જ્યોર્જ ગાલ્ડોરિસી લોરેન્સ વેર્રિયાની બૂક 'ધ કિસિંગ સેલર'માં ફોટોમાં મેંડોસા અને ગ્રેટા હોવાની પુષ્ટી કરવામાં આવી હતી.
- 2012માં ગાલ્ડોરિસીએ જણાવ્યું અમે ત્રણ અલગ-અલગ પ્રકારે જેવા કે ફોરેંસિક, ફોટોગ્રાફિક ઈન્ટરપ્રિટેશન અને ટેક્નિકલ.
ફોટોના કેટલાક રોચક ફેક્ટ
- મેંડોસા અને ગ્રેટા છેલ્લે 2012માં ટાઈમ્સ સ્ક્વેર પર મળ્યા હતા.
- 1980માં પ્રથમ મુલાકાત બાદ દર ક્રિસમસ પર એક-બીજાને કાર્ડ મોકલતા હતા.
- ચર્ચિત ફોટો જે કેમેરામાં લેવામાં આવ્યો તે 10 કરોડ રૂપિયામાં વેંચાયો હતો.
- આ ફોટોને 20મી સદીમાં અમેરિકાની સૌથી ચર્ચિત ફોટો માનવામાં આવે છે.
- ફોટો વાયરલ થયા બાદ ફોટોગ્રાફર અલ્ફ્રેડ ઈસેન્સટાઈડને હીરો તરીકે ઓળખવામાં આવતો હતો.
આગળની સ્લાઈડ પર જુઓ વધુ તસવીરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો