તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાકિસ્તાનને વિશ્વ સમક્ષ ઉઘાડું પાડશે સુષમા સ્વરાજ, સાંજે 7.15 કલાકે UNમાં સંબોધન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ વિદેશ મંત્રી સુષમા સ્વરાજે યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલી (UNGA) સંબોધનમાં કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો. ખાસ કરીને નવાઝ શરીફે ભારત વિરુદ્ધ કરેલી ટિપ્પણીનો સુષમા સ્વરાજે આક્રમક શબ્દોમાં જવાબ આપ્યો હતો. હિન્દીમાં સંબોધન કરતાં સુષમાએ કહ્યું કે પાકિસ્તાને પોતાની સ્થિતિ જોવી જોઈએ અને કાશ્મીરના સપના જોવાનું બંધ કરી દેવું જોઈએ.
નવાઝ શરીફને કડક જવાબ
- સુષમા સ્વરાજે કહ્યું કે, 21 સપ્ટેમ્બરે પાકિસ્તાને ભારત પર બે આરોપ લગાવ્યા હતા. પાકિસ્તાને ભારત પર માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો તેમને હું એટલું જ કહેવા માંગીશ, જેમના ઘર કાચના હોય તેમણે બીજા પર પથ્થર ન ફેંકવા જોઇએ.
- પાકિસ્તાનના વડાપ્રધાને બીજું કહ્યું હતું કે, ભારત જે શરતો વાતચીત માટે ઇચ્છે છે તે અમને મંજૂર નથી, મને એ નથી સમજાતું તેઓ કઇ શરતોની વાત ઇચ્છે છે.
- અમે શરતો ને આધારે નહીં પણ મિત્રતાને આધારે અમે પાકિસ્તાન સાથે સમસ્યાનું સમાધાન ઇચ્છીએ છીએ.
- ક્યારેક ઇદ તો ક્યારેક ક્રિકેટ દ્વારા અમે તેમને શુભેચ્છા પાઠવી હતી. ક્યારેય ખબર અંતર પૂછીને પણ શુભેચ્છા પાઠવી, પણ અમને જવાબમાં પઠાનકોટ અને ઉરી મળ્યા.
- બોર્ડર પારથી આતંકીઓ આવ્યા હતા. જો તેમને એવું લાગતું હોય કે, આવું કરવાથી ભારત હલી જશે અને ભારતનો એક ટુકડો તેમને મળી જશે તો તેઓ ભૂલ કરે છે.
- આવા લોકો એક વાત જાણી લે, કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે અને જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો રહેશે, આથી કાશ્મીર પડાવી લેવાનું સપનું છોડી દો.
આતંકવાદ પર બોલ્યા સુષમા

- સુષમા સ્વરાજે કહ્યું કે, આ મહિને 9/11ની વરસી હતી અને ગત 15 દિવસોમાં ફરી એકવાર આતંકી હુમલામાં નિર્દોષોને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
- અમારા પર પણ ઉરીમાં આતંકી તત્વોએ હુમલો કર્યો છે.
- આ વર્ષે ઢાકાથી ઉરી સુધી હુમલાઓ દર્શાવે છે કે, આપણે આતંકવાદને રોકવામાં નિષ્ફળ રહ્યા છીએ.
- આતંકવાદ વ્યક્તિ અથવા દેશનો નહીં માનવતાનો અપરાધી છે.
- આતંકવાદીઓની પોતાની બેંક કે હથિયારની ફેક્ટરી નથી.
- આતંકીઓને ધન કોણ અને હથિયાર કોણ આપે છે?
- આપણે જૂની વાતોને ભૂલીને આતંકવાદનો સામનો કરવો પડશે.
- જો કોઇ દેશ આ રણનીતિમાં શામેલ ન થાય તો તેને એકલો પાડવો પડશે.
- કેટલાંક દેશો આતંકવાદ જ બોલે છે, ઉગાડે છે, વેચે છે અને નિકાસ કરે છે.
- આવા દેશોની ઓળખ કરીને પગલાં ભરવા પડશે.
કાશ્મીર અંગે પાકનું સમર્થન અંગે ફરી ચીનની ના
એક સપ્તાહમાં બીજીવાર ચીને કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સમર્થન આપવાનો ઇન્કાર કર્યો છે. પાકિસ્તાની મીડિયામાં યુદ્ધની સ્થિતિમાં તેનો સાથ આપવા અને કાશ્મીર મુદ્દે તેના દાવાનું સમર્થન કરનારા સમાચારોને રદિયો આપ્યો છે. ચીને ભારત અને પાકિસ્તાનને કાશ્મીર સહિત વિભિન્ન મુદ્દાઓના ઉચિત સમાધાન માટે મંત્રણા કરવાની અપીલ કરી છે.
સ્લાઇડ્સ બદલોને જુઓ UNGAમાં સુષમા સ્વરાજના સંબોધન દરમિયાનના ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...