પ્લેન ઉડ્યાના સેકન્ડો અગાઉ એન્જીનમાં બેસી એરહોસ્ટેસે પડાવી તસવીર, થયો વિવાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિકાગોઃ વિમાનના એન્જિનની અંદર બેસી ફોટો પડાવવાનું એક એરહોસ્ટેસને ભારે પડ્યુ છે. અહેવાલ અનુસાર સ્પીરીટ એરલાઇન્સની 41 વર્ષીય એર હોસ્ટેસ એરિકા પેઇઝ ડિયેલે વિમાનના એન્જીન પર બેસી પોતાની તસવીર પડાવી હતી અને બાદમાં ફેસબુક પર પોસ્ટ કરતા હોબાળો મચ્યો છે. અહેવાલ અનુસાર તેણે આ મહિનાની શરૂઆતમાં શિકાગોના ઓહારે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટના ટેકઓફ થયાના થોડી મિનિટો અગાઉ આ તસવીર ખેંચાવી હતી. હાલમાં સ્પિરીટ એરલાઇન્સ આ ઘટનાની તપાસ કરી રહી છે.
અહેવાલ અનુસાર તસવીર લેતા સમયે હેરાન મુસાફરોએ તેને રોકતા કહ્યુ હતુ કે તેણી આ શું કરી રહી છે પરંતુ એરિકા રોકાઇ નહી અને પોતે તસવીર લઇ રહી હોવાનું જણાવ્યુ હતું. કંપનીએ એરિકા વિરુદ્ધ પગલા લેવાનો નિર્ણય કર્યો છે પરંતુ એરલાઇન્સ ઇન્ડસ્ટીઝમાં કામ કરતા લોકોમાં આ પ્રકારની તસવીર લેવી સામાન્ય વાત છે. જેને લઇને એરિકાના સમર્થનમાં અનેક એરહોસ્ટેસે આ પ્રકારની પોતાની તસવીરો પોસ્ટ કરી છે.
અહેવાલ અનુસાર વિમાનના એન્જીન પર બેસી તસવીર લેતી એરિકાને જોઇ ફ્લાઇટના મુસાફરોએ એરલાઇન્સનો સંપર્ક કરી ફરીયાદ કરી હતી.. હાલમાં એરિકાએ પોતાનું ફેસબુક પેજ ડિલિટ કરી દીધુ છે. સ્પિરીટ એરલાઇન્સના પ્રવક્તા પોલ બેરીએ જણાવ્યુ કે આ પ્રકારની તસવીર પડાવી કંપનીના નિયમો વિરુદ્ધ છે. અમે તપાસ કરી રહ્યા છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
આગળની સ્લાઇડમાં જુઓઃ એરિકાના સમર્થનમાં અન્ય એરહોસ્ટેસે પણ વિમાનના એન્જીન પર બેસેલી પોતાની તસવીરો પોસ્ટ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...