ઇન્ટરનેશનલ ડેસ્કઃ મૃત્યુ પામ્યા પછી શું થતું હશે તે પ્રશ્નનો જવાબ હજી સુધી કોઇ આપી શક્યું નથી. જે લોકો પુનર્જન્મમાં વિશ્વાસ રાખે છે, આ ફોટો તેમની માન્યતાને વધુ દ્રઢ બનાવશે.
ટ્રક ડ્રાઇવર સૌલ વાઝક્ઝે અમેરિકાના કેન્ટુકી રાજ્યના પોવેલ કાઉન્ટીમાં આ ફોટો ગત સપ્તાહે ક્લિક કર્યો હતો. ફોટોમાં વ્યક્તિના મૃતદેહમાંથી નીકળતી આત્મા દેખાય છે.
વાઝક્ઝે બાઇક એક્સિડેન્ટના ક્લિક કરેલા ફોટોગ્રાફ્સ ફેસબુક પર પોસ્ટ કર્યા પછી, તે વાયરલ બન્યા હતા. હજારો વખત લોકોએ તે ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા. આત્મા ક્યારેય મરતી નથી તેવી ચર્ચાઓ ફેસબુક પર થઇ હતી.
ફેસબુક પર ફોટો પોસ્ટ કરવાની સાથે વાઝક્ઝે લખ્યું હતું કે, ફોટો ઝૂમ કરો અને ધ્યાનથી જોશો તો પોલીસની ટોપીની ઉપર પડછાયો દેખાશે.
સ્થાનિક મીડિયા અનુસાર, તે અકસ્માતમાં જે મોટર ચાલક ઘવાયો હતો તેને ગંભીર ઇજા પહોંચી હતી. બાદમાં તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. ઇમર્જન્સી ઓફિસરે કહ્યું હતું કે, હોસ્પિટલમાં તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. બાઇક ચાલક સ્લીપ થઇને રસ્તા સાથે અથડાયો હોવાનું માનવામાં આવે છે.
સ્લાઇડ બદલોને જુઓ મડદાની ઉપર દેખાતો પડછાયો