US: છ વર્ષનો બાળક ક્લાસમાં બોલ્યો અલ્લાહ, ટીચરે બોલાવી પોલીસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના ટેક્સાસના પિયરલેન્ડમાં છ વર્ષના મંદબુદ્ધિ બાળકના કક્ષામાં અલ્લાહ અને બૂમ શબ્દ વારંવાર કહેવા પર ટીચરે તેને આતંકવાદી સમજી લીધો અને પોલીસ બોલાવી લીધી. મોહમ્મદ સુલેમાન નામના આ બાળકના પિતા માહેર સુલેમાને કહ્યું કે, બાળકે અલ્લાહ બોલતા જ ટીચર ક્લાસની બહાર જતા રહ્યા અને બીજાં ટીચરને બોલાવી લીધા. બીજાં ટીચરે પોલીસને સુચના આપી. 

 

- માહેરે કહ્યું કે, બાળકને આતંકવાદી ગણવો સ્કૂલની મૂર્ખામી છે. 
- જન્મથી બાળક માનસિક કમજોરીના કારણે યોગ્ય રીતે બોલી પણ નથી શકતો. 
- બીજી તરફ, ટીચરે પોલીસ સામે દાવો કર્યો કે, બાળક બોલે છે. પોલીસે કહ્યું કે, તપાસ પુરી થઇ ગઇ છે અને તેમાં કાર્યવાહી કરવાની કોઇ જરૂર નથી. 

અન્ય સમાચારો પણ છે...