USમાં મોહમ્મદ કાર્ટૂન કોન્ટેસ્ટઃ ISની હુમલાની ચેતવણી, હથિયાર લઇને પહોંચ્યા સ્પર્ધકો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂયોર્કઃ અમેરિકન રાજ્ય એરિઝોનાના ફોનિક્સમાં એક પૂર્વ સૈન્ય અધિકારી દ્વારા આયોજિત મોહમ્મદ કાર્ટૂન કોન્ટેસ્ટ અંગે સ્પર્ધકો અને પ્રદર્શનકારીઓ વચ્ચે શુક્રવારે ભારે ઝપાઝપી થઇ હતી. આતંકી સંગઠન ઇસ્લામિકસ સ્ટેટ (IS)એ આ આયોજનમાં આઇડી બ્લાસ્ટ કરવાની ધમકી આપી છે. જો કે, મોટી સંખ્યામાં લોકો આ કાર્ટૂન કોન્ટેસ્ટમાં હથિયાર લઇને પહોંચ્યા હતા. ઇવેન્ટ આયોજક પૂર્વ મરિન રિટ્ઝહેઇમરે કાર્યક્રમમાં આવનારા લોકોને કહ્યું હતું કે, આતંકી સંગઠન ISને પહોંચી વળવા માટે તેઓ સાથે હથિયાર લઇને જ આવે. જેને કારણે પરિસ્થિતિ વધુ તંગ થઇ ગઇ હતી. એરિઝોનામાં આવી રીતે હથિયાર પ્રદર્શિત કરવું કાયદેસર હોય છે. અહીં જો તમે પુખ્ત વયના હો અને તમારા પર કોઇ પર ગુનો દાખલ ન હોય તો તમે કોઇ પણ લાયસન્સ વગર હથિયાર સાથે જાહેરમાં ફરી શકો. તે સિવાય પૂર્વ મરીને એવી ટી-શર્ટ્સ વહેંચી જેના પર ઇસ્લામ વિરુદ્ધ અપશબ્દ લખ્યા હતા.
ઇસ્લામિક સ્ટેટ ભડક્યું
રિટ્ઝહેઇમર પર ભડકેલા ISએ પોતાના આતંકીઓને તેના પર 'લોન વોલ્ફ અટેક' કરવાની અપીલ કરી છે. આ પ્રકારના હુમલો એક જ ફાઇટર કોઇ ખાસ યોજના બનાવીને છુપાઇને કરે. ઇસ્લામિક સ્ટેટે સોશિયલ મીડિયા પર આ પૂર્વ મરીનના ઘરનું એડ્રેસ પણ પોસ્ટ કર્યું હતું.
સ્થાનિક વહીવટકર્તાઓએ ચિંતા વ્યક્ત કરી
રિટ્ઝહેઇમરે આ કાર્યક્રમ એવા સમયે પ્લાન કર્યો જ્યારે શુક્રવારે ફોનિક્સ કોમ્યુનિટી સેન્ટરમાં સૌથી વધારે ભીડ હોય. આ આયોજન આખી રાત ચાલ્યું. અમેરિકન સુરક્ષા એજન્સીઓએ લોકલ અધિકારીઓ સાથે મળીને આયોજનની સુરક્ષા પર નજર રાખીને બેઠી છે. એરિઝોનાના ગવર્નરને કહ્યું કે, તેઓ ફ્રી સ્પીચના હિમાયતી છે, પરંતુ તેઓ સારા નિર્ણયો અને કોમન સેન્સનું પણ સમર્થન કરે છે.
સ્લાઇડ બદલોને જુઓ મસ્જિદ સામે આયોજિત મોહમ્મદ કાર્ટૂન કોન્ટેસ્ટની તસવીરો
અન્ય સમાચારો પણ છે...