તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અજાણ્યા રિસેપ્શનમાં ટ્રમ્પે આપી હાજરી, બ્રાઈડ અને ગેસ્ટ સાથે પડાવ્યા ફોટોઝ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને વિવાદ સાથે વર્ષો જૂનો નાતો છે. તેઓ હાલમાં વીકએન્ડ માટે ન્યૂ જર્સી સ્થિત બેડમિનસ્ટર ટાઉનમાં આવેલા નેશનલ ગોલ્ફ ક્લબમાં રોકાયા હતા. આ દરમિયાન આ ક્લબમાં એક વેડિંગ રિસેપ્શન ચાલી રહ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ અચાનક આ રિસેપ્શનમાં હાજરી આપતા તમામ ગેસ્ટ આશ્ચર્યમાં મૂકાયા હતા.
 
ટ્રમ્પે ગેસ્ટ સાથે પડાવ્યા ફોટોઝ
 
- દર વખતની જેમ આ વીકએન્ડમાં પણ ટ્રમ્પ ન્યૂ જર્સીમાં આવેલા બેડમિન્ટરમાં નેશનલ ગોલ્ફ ક્લબ પહોંચ્યા હતા.
- આ દરમિયાન અહીં કિસ્ટર્ન અને ટૂકરનું વેડિંગ રિસેપ્શન ચાલી રહ્યું હતું.
- શનિવારે રાતે ટ્રમ્પને અચાનક પાર્ટીનું મૂડ બની ગયું અને તેઓ સીધા જ ક્લબમાં ચાલતા આ રિસેપ્શનમાં પહોંચી ગયા હતા.
- પ્રેસિડન્ટને રિસેપ્શનમાં જોઈ તમામ મહેમાન સહિત દુલ્હા-દુલ્હન પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા.
- બાદમાં રિસેપ્શનમાં આવેલા ગેસ્ટ ટ્રમ્પ સાથે ફોટો પડાવવા પડાપડી કરવા લાગ્યા, તો દુલ્હા-દુલ્હને પણ ફોટો પડાવ્યા હતા.
- એટલું જ નહીં અહીં પ્રેસિડન્ટ ટ્રમ્પે એક સ્પીચ પણ આપી હતી.
- વોશિંગ્ટન પોસ્ટ સાથે વાતચીતમાં એક ગેસ્ટે કહ્યું કે પ્રેસિડન્ટ ટ્રમ્પે અહીં અંદાજે પાંચ મિનિટ રોકાયા હતા.
- ટ્રમ્પની મૂલાકાત બાદ રિસેપ્શનમાં હાજર મહેમાનોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ટ્રમ્પ સાથેનો ફોટોઝ પોસ્ટ કર્યા હતા, જે હાલ વાયરલ થયા છે.
 
ગોલ્ફ કોર્સ ક્લબે ઉઠાવ્યો ફાયદો
 
શનિવારે વીકએન્ડ માટે નેશનલ ગોલ્ફ કોર્સ ક્લબમાં રોકાયેલા ટ્રમ્પનો ક્લબે ફાયદો ઉઠાવતા વિવાદ સર્જાયો છે. ક્લબના સંચાલકો દ્વારા બૂકિંગ માટે કસ્ટમર્સને આકર્ષવા માટે પોતાના બ્રોસરમાં ટ્રમ્પનો ફોટો મૂકવામાં આવ્યો છે. ટ્રમ્પના ફોટો સાથે ક્લબના સંચાલકોએ લખ્યું કે અહીં પ્રેસિડન્ટ પણ આવે છે. જોકે, ટ્રમ્પની મુલાકાત અંગે વ્હાઈટ હાઉસ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
 
આગળની સ્લાઈડ પર જુઓ ટ્રમ્પની મુલાકાત દરમિયાન કેવો હતો ક્લબનો માહોલ.....
અન્ય સમાચારો પણ છે...