તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડોનાલ્ડ ટ્રમ્પે જર્મન ચાંસલર સાથે હાથ ન મિલાવ્યા, ટ્વીટર પર ઉડી મજાક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વોશિંગ્ટનઃ ડોનાલ્ડ ટ્રમ્પ વધુ એકવાર ટ્વીટર પર ચર્ચામાં છે. આ વખતે તેઓએ જર્મન ચાન્સેલર એંજલા મર્કલ સાથે હાથ ન મિલાવીને કારણ ચર્ચામાં છે. ટ્રમ્પ અને મર્કલ મુલાકાત બાદ ફોટોસેશન દરમિયાન પત્રકાર સમક્ષ હાજર રહ્યાં હતા, આ દરમિયાન ટ્રમ્પે મર્કલ સાથે હાથ મિલાવ્યા નહીં, એટલું જ નહીં મર્કલે સામેથી પૂછ્યું કે શું તમે હાથ મિલાવશો?
 
- અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને જર્મન ચાન્સેલર એંજલા મર્કલ વચ્ચે પ્રથમ ઓફિશયલ મુલાકાત થઈ હતી.
- રિવાજ પ્રમાણે મુલાકાત બાદ બંને દેશોના નેતાઓએ એકબીજાના હાથ મિલાવતા ફોટો લેવાના હોય છે.
- જ્યારે ફોટોગ્રાફરે બંને નેતાઓને હેન્ડશેક કરવાનું કહ્યું તો ટ્રમ્પે ધ્યાન ન આપ્યું.
- થોડીવાર બાદ ખૂદ મર્કલે ટ્રમ્પને ટકોર કરી કે ફોટોગ્રાફર હેન્ડશેકનું કહી રહ્યાં છે, તેમ છતા ટ્રમ્પે તેમની વાત ટાળી દીધી.
 
સોશિયલ મીડિયા પર ઉડી મજાક
 
સમગ્ર ઘટનાને આંતરરાષ્ટ્રીય મામલાના જાણકાર વિવિધ તારણો કાઢી રહ્યાં છે, પરંતુ ટ્વીટર પર લોકોએ પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ પણ કરી દીધું છે. કેટલાક લોકોએ કહ્યું કે ટ્રમ્પની બોડીલેંગ્વેજ પરથી લાગી રહ્યું છે કે તેઓ સહજ નથી. તો કેટલાકે મજાકમાં કહ્યું કે એંજલા જેવી મજબૂત મહિલાથી ટ્રમ્પ ડરી ગયા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો