તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રમ્પને કારણે 150 અરબ ડોલરનો વેપાર, 86 હજાર નોકરી પર તોળાતું સંકટ!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટરનનેશનલ ડેસ્કઃ અમેરિકાના પ્રેસિડેન્ટ ઈલેક્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, વિઝા મુદ્દે સંરક્ષણવાદી નીતિ અપનાવી શકે છે. જેમાં ખાસ કરીને H1-B વિઝા પોલિસીના નિયમો વધુ કડક કરવામાં આવે તેવી શક્યતા છે. ટ્રમ્પે ઈલેક્શન કેમ્પેઈનમાં કહ્યું હતું કે H-1B વિઝા પર નોકરી કરનારાઓની સેલેરી વધારશે. જો એવું થયું તો કંપની ઈન્ડિયન્સ પ્રોફેશનલ્સની જગ્યાએ અમેરિકન પ્રોફેશનલ્સને નોકરી પર રાખવાનું શરૂ કરશે.અમેરિકામાં ભારતીય આઈટી કંપનીનો કારોબાર 150 અરબ અમેરિકન ડોલર એટલે કે 10 લાખ 28 હજાર કરોડ રૂપિયાનો છે. ઈન્ફોસિસ અને વિપ્રો જેવી કંપની અમેરિકામાં H-1Bની મદદથી મોટા પ્રમાણમાં ભારતમાંથી કર્મચારીઓને હાયર કરતી હતી.
દર વર્ષે 86 હજાર વ્યક્તિને મળે છે H-1B વિઝા
અમેરિકનો કરતાં ઓછા પગારને કારણે વિવિધ કંપનીઓ ભારતીય કોમ્પ્યુટર એન્જીનિયરોને પ્રાથમિકતા આપે છે. 2005થી લઈને 2014 દરમિયાન આ કંપનીઓમાં H-1B વિઝા પર કામ કરનારા કર્મચારીઓની સંખ્યા 86 હજારથી વધુ હતા. જેમાંથી 65 હજારથી વધુ ટેમ્પરરી નોકરી એટલે કે કોન્ટ્રાક્ટ પર નોકરી પર છે. જ્યારે 20 હજારથી વધુ અમેરિકામાં વિવિધ યુનિવર્સિટીમાં ટેક્નોલોજીના ક્ષેત્રે એડવાન્સ ડિગ્રી લેવા માટે આવે છે.
હવે શું અસર થશે ?

- ડોનાલ્ડ ટ્રમ્પે ઈમિગ્રન્ટને આપેલા નિવેદનને લઈને ભારતીયોની મુશ્કેલી વધી શકે છે.
- અમેરિકામાં H-1B વિઝા વાળા ભારતીય મૂળના લોકોની સંખ્યા 20 લાખથી વધુ છે.
- ટ્રમ્પે ઈલેક્શન કેમ્પેઈનમાં કહ્યું હતું કે H-1B વિઝા પર નોકરી કરનારાઓની સેલેરી વધારશે.
- જો એવું થયું તો કંપની ઈન્ડિયન્સ પ્રોફેશનલ્સની જગ્યાએ અમેરિકન પ્રોફેશનલ્સને નોકરી પર રાખવાનું શરૂ કરશે.
અન્ય સમાચારો પણ છે...