ટ્રમ્પે, ભારતીય મૂળના અજીત પઈને FCCના બીજા કાર્યકાળ માટે નિયુક્ત કર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોશિંગ્ટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના અમેરિકન અજીત પઈની પાવરફુર ફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશનમાં વધુ એક કાર્યકાળ માટે નોમિનેટ કર્યા છે. અજીત વધુ પાંચ વર્ષ બીજી વખત આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.
 
રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પે પઈને ફેડરલ કોમ્યુનિકેશન કમિશન (FCC)ના કાર્યકારીક પ્રમુખ તરીકે નોમિનેટ કર્યા હતા. તેઓ પહેલા FCCમાં કમિશનર તરીકે સેવા આપી ચૂક્યા છે. ટ્રમ્પે આ અંગે જાહેરાત કરતાં જણાવ્યું કે 'અજીત, સમર્પિત વ્યક્તિ તથા મહિલાઓ, મારી અને અન્ય પ્રશાસનની મદદ કરશે, કારણ કે આપણે અમેરિકાને ફરી મહાન બનાવવાનું કામ શરૂ રાખ્યું છે. હું અજીતની સેવા આપવા, તેમની ઈચ્છા અને સમ્માનનો આભારી છું કે તેઓ મારી ટીમમાં સામેલ થશે'
 
અન્ય સમાચારો પણ છે...