વોશિંગ્ટનઃ નરેન્દ્ર મોદી ભારતીય સમયાનુસાર સોમવારે મોડી રાત્રે 1.10 કલાકે વ્હાઇટ હાઉસ પહોંચ્યા. અહીં ટ્રમ્પે હાથ મિલાવીને મોદીનું સ્વાગત કર્યું, આ દરમિયાન અમેરિકાની ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ પણ હાજર હતી. મુલાકાત પછી મોદીએ કહ્યું કે, 'જેવી રીતે પ્રેસિડન્ટ અને ફર્સ્ટ લેડીએ મારું સ્વાગત કર્યું, હું તેમનો આભારી છું. આ દેશના સવા સો કરોડ ભારતીયોનું સમ્માન છે.' આ પ્રસંગે મોદીએ ફર્સ્ટ લેડીને અમુક વસ્તુઓની ભેંટ આપી હતી.
- ટ્રમ્પે કહ્યું કે, મોદીનું આવવું મારા માટે સન્માનની વાત છે. તેઓ ઇકોનોમિકલ ફ્રન્ટ પર સારું કામ કરી રહ્યા છે, જે અભિનંદનને પાત્ર છે.
- બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત હતી. મોદી એ ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પને કાશ્મીર અને હિમાચલમાં હાથથી બનેલી શૉલ ગિફ્ટ કરી.
મોદીએ ચા, મધ અને બ્રેસ્લેટ પણ ગિફ્ટ કર્યા
- મોદીએ મેલેનિયાને કાંગરા ઘાટીના કારીગરોએ બનાવેલું સિલ્વર બ્રેસલેટ પણ ગિફ્ટ કર્યું.
- તે સિવાય મોદીએ ચા અને મધ પણ ગિફ્ટ કર્યા.
- મોદીએ ટ્રમ્પને અબ્રાહમ લિંકનના નિધન પછી 1965માં જાહેર કરવામાં આવેલી પોસ્ટલ સ્ટેમ્પ પણ આપી. તે સિવાય મોદી એ પંજાબના હોશિયારપુરમાં બનેલી એક ખાસ લાકડાંની પેટી પણ ગિફ્ટ કરી.
- જ્યારે ટ્રમ્પે મોદીને લિંકનની પ્રખ્યાત ગેટિસબર્ગ સ્પીચની કોપી અને તે ડેસ્ટ દર્શાવી જ્યાં તેઓ લખતા હતા.
આગળ જુઓ મોદી-ટ્રમ્પની મુલાકાતની તસવીરો