તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

RECALL: 9/11 હુમલો, શક્તિશાળી દેશના પ્રમુખને પણ આવી ગયો પરશેવો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં 11 સપ્ટેમ્બર 2001માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકી હુમલાએ અમેરિકા જ નહીં પરંતુ સમગ્ર દુનિયાને હચમચાવી દીધી હતી. આતંકી સંગઠન અલ કાયદાના આતંકીઓએ પ્લેન હાઈજેક કરી વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર ક્રેસ કર્યું હતુ. સમગ્ર ઘટનામાં અંદાજે ત્રણ હજારથી વધુ લોકોના મોત થયા હતા. આતંકી હુમલાનાં 24 કલાક તત્કાલિન પ્રેસિડેન્ટ જ્યોર્જ બુશ માટે ખુબ જ ટેન્શન વાળા રહ્યાં હતા. ત્યારે US નેશનલ આર્કાઇવ્ઝ દ્વારા કેટલાક ફોટો જાહેર કર્યા છે જે પ્રથમવાર જાહેર કરવામાં આવ્યા છે.
કેવા છે ફોટોગ્રાફ

- 9/11 હુમલા વખતે અમેરિકાના પ્રેસિડેન્ટ જ્યોર્જ ડબલ્યૂ બુશ હતા.
- 11 સપ્ટેમ્બરના દિવસે જ્યોર્જ બુશ ડેઈલીના સેડ્યૂલ પ્રમાણે એમ્મા ઈ બૂકર એલિમેન્ટ્રી સ્કૂલની મુલાકાતે હતા.
- સ્કૂલની મુલાકાત દરમિયાન બુશ સેકન્ડ ગ્રેડ રીડિંગ ડેમોટ્રેશન કરી રહ્યાં હતા,
- આ દરમિયાન બુશને વ્હાઈટ હાઉસના સ્ટાફના ચીફે જાણ કરી કે અમેરિકા પર હુમલો થયો છે.
- હુમલાની જાણ થતા જ સ્કૂલને જ ઓવેલ ઓફિસ બનાવી દેવામાં આવી હતી.
- વ્હાઈટ હાઉસના ફોટોગ્રાફરે સમગ્ર ક્ષણને કેમેરામાં કેદ કરી હતી.
- હુમલાની જાણ થતા જ બુશે સ્કૂલનો પ્રોગ્રામ વચ્ચેથી જ રોકાવી દીધો અને ક્લાસરૂમ ઓફિસમાં ફેરવાઈ ગયુ હતુ.
- જ્યોર્જ બુશે ક્લાસરૂમાંથી જ અમેરિકન સેના અને અન્ય જરૂરી ફોન કર્યા હતા.
- તો બુશે ક્લાસરૂમમાંથી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતુ અને દેશવાસીઓને સંબોધ્યા હતા.

બુશની અન્ય તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો