તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

US: ઓહાયો યુનિ.માં પહેલા કારથી કચડ્યા ને પછી ચપ્પાંથી હુમલા, 11ને ઘાયલ કરનારને ઠાર મરાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના ઓહાયો યુનિવર્સિટીમાં સોમવારે બનેલી દુર્ઘટનામાં એક સ્ટુડન્ટે પહેલા રસ્તા પર ચાલતા લોકોને કારથી કચડ્યા ને પછી બાદમાં આસપાસમાંથી નીકળતા લોકો પર ચાકૂથી હુમલા કર્યા હતા. બ્લેક યુવકના હુમલામાં લગભગ 11 જેટલાં લોકો ઘાયલ થયા હતા. બાદમાં પોલીસ ફાયરિંગમાં હુમલાખોર મૃત્યુ પામ્યો હતો.
ફેસબુક પર વ્યક્ત કર્યો હતો રોષ
અમેરિકન મીડિયા અનુસાર, હુમલાખોર ઓહાયો યુનિવર્સિટીનો હુમલાખોર સોમાલિયન સ્ટુડન્ટ હતો અને તે 20 વર્ષનો હતો. હુમલાખોરનું નામ અબ્દુલ રઝાક અલી અર્તાન હોવાનું સામે આવ્યું છે. હુમલાના થોડા કલાકો પહેલા ફેસબુકમાં વિશ્વભરમાં મુસ્લિમો સાથે થતાં અન્યાયથી તે ત્રાસી ગયો હતો તેવું પણ તેણે લખ્યું હતું.
એક જ મિનિટમાં પહોંચી હતી પોલીસ

- યુનિવર્સિટી કેમ્પસની નજીકમાં જ એક સ્થળે ગેસ લીકેજને કારણે પોલીસ ઓફિસર ઘટના સ્થળની નજીકમાં હતો.
- કેમ્પસમાં હુમલાના સમાચાર મળતાં પોલીસ ઓફિસર એક જ મિનિટમાં કેમ્પસમાં પહોંચી ગયો અને તેણે હુમલાખોરને ગોળી મારી હતી.
- અમેરિકાના ઓહાયો રાજ્યની રાજધાની કોલંબસ સ્થિત ઓહાયો યુનિવર્સિટીમાં ઘટના બની.
- એબીસી ન્યૂઝ અનુસાર, હુમલાખોર સોમાલિયાથી આવેલો શરણાર્થી હતો અને કાયદાકીય રીતે અમેરિકાનો નાગરિક બન્યો હતો.
- હુમલામાં 11 લોકો ઘાયલ થયા, જે પૈકી એકની હાલત ગંભીર છે.
- હુમલાને આતંકવાદ સાથે સંબંધ છે કે નહીં તેની તપાસ પોલીસ કરી રહી છે.
સ્લાઇડ્સ બદલોને જુઓ યુનિવર્સિટીમાં થયેલા હુમલાના અન્ય ફોટોગ્રાફ્સ
અન્ય સમાચારો પણ છે...