તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • North Korea Said It Conducted A "higher Level" Nuclear Test Explosion On Friday, US President Condemns It

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર કોરિયાનો ન્યૂક્લિયર ટેસ્ટ, ઓબામાએ આપી નવા પ્રતિબંધોની ચેતવણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વોશિંગ્ટનઃ ઉત્તર કોરિયા દ્વારા શુક્રવારે કરેલા ન્યૂક્લિયર ટેસ્ટ અંગે અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ પ્યોંગયાંગને નવા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોની ચેતવણી આપી અને સ્પષ્ટ કર્યું કે, અમેરિકા ઉત્તર કોરિયાને ક્યારેય 'પરમાણુ શક્તિ સંપન્ન રાષ્ટ્ર' તરીકે સ્વીકાર નહીં કરે.

ન્યૂક્લિયર ટેસ્ટ અંગેની માહિતી મળ્યા પછી, ઓબામાએ સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ અને જાપાનના પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી. ઓબામાએ નિવેદનમાં કહ્યું કે, અમે યુએન સિક્યોરિટી કાઉન્સિલ, અમારા છ સાથીદાર દેશો અને આંતરરાષ્ટ્રીય સમુદાયો સાથે મળીને કામ કરવા અંગે સહમતિ દર્શાવી છે જેથી હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવા પ્રતિબંધો સહિત અન્ય જરૂરી કડક પગલાં ઉઠાવી શકાય.

દક્ષિણ કોરિયા, અમેરિકા, જાપાન, રશિયા અને ચીન સહિત બધાએ ઉત્તર કોરિયાના અત્યાર સુધીના સૌથી શક્તિશાળી 10 કિલોટન વિસ્ફોટની ટીકા કરી છે. ઉત્તર કોરિયાના સહયોગી ચીને વિરોધ કર્યો હોવાછતાં આ દેશોમાં ઉત્તર કોરિયા સામે સખત પ્રતિબંધ લાદવા અંગે સહમતી સધાઇ.

યુએન પરિષદની અધ્યક્ષતા સંભાળી રહેલા ન્યૂઝીલેન્ડના રાજદૂત ગેરાર્ડ વાન બોહેમેને આ ઇમરજન્સી મંત્રણાઓ પછી પત્રકારોને જમાવ્યું કે સુરક્ષા પરિષદના સભ્ય સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરની કલમ 41 હેઠળ યોગ્ય પગલા ભરવા માટે તાકીદે કામ કરવાનું શરૂ કરશે. સુરક્ષા પરિષદની આ બેઠક જાપાન, દક્ષિણ કોરિયા અને અમેરિકાના અનુરોધ પર યોજાઇ છે. બેઠક પુરી થયા પછી ચીનના રાજદૂત લિયુ જેઇએ બેઇજિંગ દ્વારા પ્રતિબંધોના સમર્થન કરવા સાથે સંબંધિત પ્રશ્નોના જવાબ આપવાનું ટાળ્યું હતું. તેમણે જણાવ્યું કે કોરિયન ટાપુને પરમાણુ શસ્ત્રોથી મુક્ત કરાવવા માટે હાલનો સમય એક સાથે મળીને કામ કરવાની જરૂર અગાઉ કરતા ઘણી વધુ છે.

અમેરિકી પરમાણુ બ્લેકમેલ સામે ઝૂકીશું નહીં : ઉત્તર કોરિયા

ઉત્તર કોરિયાએ શનિવારે જણાવ્યું કે તે અમેરિકાના પરમાણુ બ્લેકમેલ સામે ઝુકશે નહીં. શાસક પક્ષના અખબાર રોડોંગ સિનમુને લખ્યું છે કે હવે અમેરિકાના પરમાણુ બ્લેકમેલનો સમય પુરો થઇ ગયો છે. ઉત્તર કોરિયા કોઇ પણ પ્રકારની ચેતવણીથી પોતાનો માર્ગ બદલશે નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો