તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

US: પહેલા કર્યા પુત્ર પછી પુત્રી સાથે લગ્ન કરનારી માતાની ધરપકડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના ઓકલાહોમામાં એક મહિલાની વિચિત્ર ગુના બદલ ધરપકડ કરવામાં આવી છે. આ મહિલા પોતાની જ દીકરી સાથે લગ્ન કરી રહી હતી. આ મહિલાએ અગાઉ પોતાનાં પુત્ર સાથે પણ લગ્ન કર્યા હતા. હાલ પોલીસે મહિલા અને તેની દીકરીની ધરપકડ કરી છે. જોકે, મહિલાનું કહેવું છે કે, તેને નથી લાગતું કે તેણે કોઈ કાયદાનો ભંગ કર્યો હોય.
શું છે સમગ્ર ઘટના?
- 43 વર્ષીય પેટ્રિસિયા એન સ્પાને 25 વર્ષની પોતાની દીકરી મિસ્ટી સ્પાન સાથે માર્ચ, 2016માં લગ્ન કર્યા.
- આ પહેલા પેટ્રિસિયાએ 2008માં પોતાના પુત્ર જોડી કાલ્વિન સ્પાન સાથે પણ લગ્ન કર્યા હતા.
- પરંતુ બાદમાં પુત્ર સાથે કરેલા લગ્નને માર્ચ 2010માં રદ્દ કરવામાં આવ્યા.
- પેટ્રિસિયા અને મિસ્ટીના સંબંધો અંગે ત્યારે જાણવા મળ્યું જ્યારે માનવ સેવા વિભાગ એક સર્વે માટે તેઓના ઘરે આવ્યા હતા.
- ઓકલાહોમાના કાયદા પ્રમાણે બ્લડ રિલેશન ધરાવતા સંબંધીઓમાં થયેલા લગ્નને ગેરકાયદે ગણવામાં આવે છે.
- શુક્રવારે મા અને પુત્રી વિરુદ્ધ ધરપકડનું વોરન્ટ જાહેર કર્યું હતું.
શું કહેવું છે આરોપી માતાનું ?
પેટ્રિસિયાએ તપાસકર્તાઓને જણાવ્યું કે તેની પાસેથી પુત્રી અને બે પુત્રોની કસ્ટડી છીનવી લેવામાં આવી હતી અને દાદીએ બાળકોને દતક લઈને તેની દેખભાળ શરૂ કરી હતી. બે વર્ષ બાદ તે પોતાની પુત્રીને મળી શકી હતી. પેટ્રિસિયાએ પોલીસને જણાવ્યું કે તેને નથી લાગતું કે પુત્રી સાથે લગ્ન કરીને તેણે કોઈ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. સાથે જ તેણે જણાવ્યું કે પુત્રી મિસ્ટીના જન્મ-પ્રમાણ પત્રમાં માતા તરીકે પેટ્રિસિયાનું નામ નથી.
આગળની સ્લાઈડ પર જુઓ વધુ ફોટોગ્રાફ્સ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો