તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

USમાં મુસ્લિમોને નરસંહારની ધમકી, ત્રણ મસ્જિદોને મળેલા લેટરમાં ટ્રમ્પના વખાણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાસ એન્જલસઃ અમેરિકાના કેલિફોર્નિયાની અનેક મસ્જિદોને ધમકીભર્યા લેટર મળ્યા છે. જેમાં મુસ્લિમોના નરસંહારની ધમકી અને પ્રેસિડેન્ટ ઈલેક્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કરવામાં આવ્યા છે. ધમકીભર્યા પત્ર બાદ મુસ્લિમોમાં સિક્યોરિટીને લઈને ભયનો માહોલ સર્જાયો છે. ટ્રમ્પના ઈલેક્ટ થયા બાદ છેલ્લા કેટલાક દિવસોથી મુસ્લિમો પર હુમલાની ઘટનામાં વધારો થયો છે.
- કાઉન્સિલ ઓન અમેરિકન-ઈસ્લામિક રિલેશન્સ (CAIR)એ મસ્જિદોને મળેલા ધમકીભર્યા પત્ર બાદ સિક્યોરિટી વધારવાની માગ કરી છે.
- ધમકીભર્યા લેટર કેલિફોર્નિયાની અનેક મસ્જિદો સહિત ઈસ્લામિક સેન્ટર ઓફ લોન્ગ બીચ અને ઈસ્લામિક સેન્ટર ઓફ ક્લેરેમોન્ટને મોકલવામાં આવ્યા છે.
- લાસ એન્જલિસ ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે લેટર્સ મુસ્લિમ કોમ્યુનિટી માટે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

શું છે લેટર્સમાં ?
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે લેટર્સમાં લખવામાં આવ્યું કે 'શહેરમાં નવો શેરિફ આવી ગયો છે. એ છે ડોનાલ્ડ ટ્રમ્પ, તે અમેરિકાને સાફ કરશે અને પછી શાઈનિંગ બનાવશે. અને આ કામની શરૂઆત મુસ્લિમોથી થશે. તમારી સાથે પણ એવું જ થશે જેવું હિટલરે યહુદિયો સાથે કર્યું હતું'. CAIRના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હુસૈન અયોલુશે કહ્યું કે ધમકીભર્યો પત્ર બુધવારે મળ્યા હતો. તેમણે કહ્યું કે અણે પોલીસને આ અંગે જાણ કરી છે. FBIનું કહેવું છે કે 2015માં મુસ્લિમો પર હુમલાની 257 ઘટના સામે આવી છે. જ્યારે 2014માં આવી ઘટના 154 જ હતી.
અન્ય સમાચારો પણ છે...