તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતીય મૂળની માયાએ કવિતા વાંચી. મિશેલે પ્રસંશા કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વોશિંગ્ટન: ભારતીય મૂળની અમેરિકન છોકરીએ વ્હાઇટ હાઉસમાં આયોજિત એક કાર્યક્રમમાં પોતાના પ્રવાસી હોવા અને પોતાની માતૃ ભાષામાં તમિલના સ્થાને અંગ્રેજી અપનાવવાની પીડા સભર અનુભવ વિશે એક કવિતા સંભળાવી હતી, જેણે વ્હાઇટ હાઉસમાં મોટી સંખ્યામાં રહેલા શ્રોતાઓ ને આકર્ષિત કર્યા હતા.

વ્હાઇટ હાઉ,ના શ્રોતાઓમાં અમેરિકાના પ્રથમ મહિલા મિશેલ ઓબામા પણ સામેલ હતા. વ્હાઇટ હાઉસમાં બાળકોના કવિતા કૌશલ્યને માન્યતા પ્રદાન કરનાર પ્રતિષ્ઠિત કાર્યક્રમ ‘નેશનલ સ્ટુડન્ટ્સ પોએટ્સ’ આયોજિત કરાયો હતો. તેમાં ભારતીય મૂળની માયા ઈશ્વરન અને ગોપાલ રમન સાથે 4 અન્ય બાળકોને સન્માનિત કરાયા હતા.

કાર્યક્રમમાં સામેલ સત્તર વર્ષની માયાને તેની કવિતા ‘મા, આઈ હેવ નોટ સ્પોકન તમિલ ઇન થ્રી ઈયર્સ’ પર ત્યાં હાજર શ્રોતાઓની પ્રસંશા મળી હતી. માયાએ પોતાની કવિતામાં કહ્યું હતું કે,‘મેં 16 વર્ષની વય કરતા વધારે ગુમાવ્યુ છે. મે જાતીયતાને વાળને જેમ કાઢી ફેંકી છે, મા મને ડર છે કે હવે હું ટકલી થઇ જઇશ.’ આ લાઇન સાથે પોતાની કવિતા સમાપ્ત કરી હતી. મિશેલ ઓબામાએ પોતાના સંબોધનમાં પણ આ બાળકીની કવિતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. મિશેલે કહ્યું હતું તમે સારા છો. આ તમારી કવિતા છે...હું આ મંચ પરથી કહેવા માંગુ છું કે તમને નકારવાનું કોઇ કારણ નથી.’

માયાએ આતંકવાદ પર પણ કવિતા સંભળાવી...‘અંધવિશ્વાસ એટલે કે વિશ્વાસ છે જ નહીં’

હું તમને કહું છું...આ વાતને સારી રીતે સમજી લો, મગજમાં ઉતારી લો, ભગવાન મેક્ડૉનાલ્ડની ફ્રેન્ચાઇઝી નથી, તમારી પાસે તેને વેચવા, માર્કેટિંગ કરવા અથવા તેમના નામે કંઇ પણ કરવાનો અધિકાર નથી.’ હવે સમય આવી ગયો છે, તમારી આંખ ઉઘડવાનો અને તે પોકેટ બુક બંધ કરવાનો. કોઇ પયગંબર નું ખાતા સ્વિસ બેન્કમાં ક્યારેય નહોતું. જો તમે ભગવાનને પ્રેમ કરો છો તો તેના નામે ખોટુ ના બોલી શકો, તમે તેના નામે કોઇને મારી ના શકો, ન તો તેના નામે વિસ્ફોટ કરી શકો છો. તમે જે ગોડની વાત કરો છો, તે વિનાશનો દેવતા છે, જેને હંમેશા વધારે રક્ત, વધું આંસુની, વધારે બરબાદ ભવિષ્યની તરસ રહે છે. હું તમારી સાથે વાત કરી રહી છું, તે બાળકોની જેમનો કોઇ ધર્મ નથી, કોઈ પંથ નથી, તેમનામાં પવિત્રતા છે, તેમની નસોમાં નિસ્વાર્થતા વહે છે. આમ પણ યુવા હૃદયમાં હિંસા માટે કોઇ આકર્ષણ નથી, તેથી માનવતાની મારી વ્યાખ્યા માં આ મુર્ખતાપૂર્ણ હિંસાનું કોઇ અસ્તિત્વ નથી. હું તમને આજ કહું છું...અંધવિશ્વાસ એટલે કે વિશ્વાસ છે જ નહીં!

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો