મોદી-ટ્રમ્પની મુલાકાત પૂર્ણ, સંયુક્ત નિવેદનની 12 મોટી વાતો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોશિંગ્ટનઃ નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રાના અંતિમ દિવસે ભારતને ચાર ડિપ્લોમેટિક સફળતા પ્રાપ્ત થઈ છે. પ્રથમ – મોદી ટ્રમ્પની મુલાકાત પહેલાં જ અમેરિકાએ હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી સૈયદ સલાઉદ્દીનને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કર્યો.  બીજી – મોદી, ટ્રમ્પના જોઈન્ટ સ્ટેટમેન્ટમાં પાકિસ્તાન, મુંબઈ હુમલો અને પઠાણકોટ હુમલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો, જેની કોઈ શક્યતા ન હતી. ત્રીજી – જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકી સંગઠનોનો ઉલ્લેખ અને ચોથી – ડી કંપની એટલે કે દાઉદ ઈબ્રાહિમના નેટવર્ક પર પણ વાત થઈ હતી. મોદી- ટ્રમ્પ વચ્ચે આ પ્રથમ મુલાકાતમાં બંને નેતાઓ વચ્ચે સારી કેમેસ્ટ્રી જોવા મળી. તો મોદીએ ઈવાંકાને ભારત આવવાનું આમંત્રણ આપ્યું, જેનો તેણીએ સ્વીકાર કરી લીધો છે. જોઈન્ટ સ્ટેટમેન્ટ દરમિયાન મોદી અને ટ્રમ્પ 2 વખત ગળે મળ્યાં. આ પહેલાં ટ્રમ્પ અને મિલેનિયાએ મોદીનું વ્હાઇટ હાઉસમાં ભવ્ય સ્વાગત કર્યું.
 
જોઈન્ટ સ્ટેટમેન્ટની 12 મોટી વાતો
 
1) ભારતની 4 ડિપ્લોમેટિક સફળતા
 
- પાકિસ્તાનનો ઉલ્લેખઃ સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું કે, “ બંને પક્ષ પાકિસ્તાનને એમ કહેવા માંગે છે કે તેઓ અન્ય દેશોમાં આતંકી હુમલાઓને પાર પાડવા માટે પોતાની જમીનનો ઉપયોગ ન કરવા આપે. સાથે જ 26/11ના મુંબઈ હુમલા અને પઠાણકોટ હુમલાના ગુનેગારો વિરૂદ્ધ કાર્યવાહી કરે. ”
 
 - જૈશ-લશ્કરનો ઉલ્લેખઃ સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું કે, “ બંને નેતા અલકાયદા, ISISની સાથે સાથે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના આતંકીઓ વિરૂદ્ધ સહયોગ મજબૂત કરવા માટે તત્પર છે.”
 
- D કંપનીઃ બંને નેતાઓના સંયુક્ત નિવેદનમાં દાઉદ ઈબ્રાહિમ અને તેના નેટવર્કને કારણે ઊભા થયેલા આતંકી ખતરાઓની પણ વાત કરી. દાઉદ ઈબ્રાહિમ 93 મુંબઈ સીરિય બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ છે અને ભારતમાં તે મોસ્ટ વોન્ટેડ છે. તે પાકિસ્તાનના કરાંચીમાં રહે છે. પાકિસ્તાન તેને પૂરી સિક્યોરિટી આપે છે.
 
- સૈયદ સલાહુદ્દીનઃ US સ્ટેટ ડિપાર્ટમેન્ટે હિઝબુલ મુજાહિદ્દીનના ચીફ સૈયદ સલાઉદ્દીનને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કર્યો છે. મોદી અને ટ્રમ્પની પ્રથમ મુલાકાતના થોડા સમય પહેલાં જ લેવામાં આ નિર્ણયને ભારત માટે સફળતા ગણવામાં આવે છે. 
2) ભારત અને અમેરિકાના સંબંધ ક્યારેય આટલા સારા નથી રહ્યા
 
ટ્રમ્પે કહ્યું ભારત અને અમેરિકા વચ્ચે સંબંધ ક્યારેય આટલા સારા રહ્યા નથી. ભારત વિશ્વમાં ઝડપથી આગળ વધતી ઈકોનોમી છે. મને આશા છે કે અમે જલ્દી તમારી બરાબરી કરી શકીશું.
 
3) પીએમ મોદી, અહીં આવવા બદલ આભાર
 
આભાર, પીએમ મોદી. અમને તમારા દેશ અને તમારા લોકો માટે ઘણું સન્માન છે. મેં મારા કેમ્પેન દરમિયાન કહ્યું હતું કે ભારત અમેરિકાનો સાચો મિત્ર હશે. મને હંમેશા ભારત અને ભારતીયો માટે ઘણું સન્માન રહ્યું છે. તમારા કલ્ચર અને ટ્રેડિશન માટે આદર રહ્યો છે.
 
4) મોદી અને હું સોશિયલ મીડિયાના વર્લ્ડ લીડર
 
વિશ્વના સૌથી મોટા લોકતંત્રથી મોદી જેવા નેતાનું સ્વાગત કરતા ગૌરવ અનુભવું છું. મોદી અને હું બંને સોશિયલ મીડિયામાં વર્લ્ડ લીડર છીએ. મેં મારા કેમ્પેન દરમિયાન કહ્યું હતું કે ભારત અમેરિકાનો સાચો મિત્ર સાબિત થશે અને જે થઈ રહ્યો છે.
 
5) મોદીએ મારી દીકરીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું
 
મોદીએ મારી દીકરી ઈવાંકાને અમેરિકન ડેલિગેશન સાથે ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. જેનો તેણે સ્વીકાર કરી લીધો હોય તેમ મને લાગે છે.
 
# નરેન્દ્ર મોદી
 
6) ભારત અને મારી પ્રત્યે ભાવ વ્યક્ત કરવા બદલ આભાર
 
મોદીએ કહ્યું, પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ, વાઈસ પ્રેસિડેન્ટ, લેડીઝ એન્ડ જેન્ટલમેન એન્ડ મીડિયા. ઓપનિંગ ટ્વિટથી લઇ અમારી વાતચીતના અંત સુધી ટ્રમ્પના મિત્રતા ભરેલા સ્વાગત, વ્હાઇટ હાઉસમાં શાનદાર અતિથિ સત્કાર માટે આભાર વ્યક્ત કરું છું. તમે મારા માટે, ભારત માટે જે ભાવ વ્યક્ત કર્યો તે માટે આભારી છું. મેં ટ્રમ્પની દીકરી ઈવાંકાને આમંત્રણ આપ્યું છે, જેને તેણે સ્વીકાર કરી લીધો છે અને હું તેનું સ્વાગત કરવાની પ્રતિક્ષા કરીશ. તમે (ટ્રમ્પે) મારી સાથે આટલો સમય વીતાવ્યો તે માટે તમારો આભારી છું.
 
7)  મુલાકાત બંને દેશોના ઈતિહાસનું મહત્વનું પાનું
 
આ યાત્રા અને વાતચીત બંને દેશોના ઈતિહાસ માટે મહત્વનું પાનું સાબિત થશે. મારી અને રાષ્ટ્રપતિની વાતચીત દરેક રીતે ખાસ રહી. કારણકે તે વિશ્વાસ પર આધારિત હતી. તે અમારી વેલ્યુઝ, પ્રાથમિકતાઓ અને ચિંતાઓ પર આધારિત હતી.
 
8) ભારત અને અમેરિકા ગ્રોથના ગ્લોબલ એન્જિન
 
અમે બંને ગ્લોબલ એન્જિન ઓફ ગ્રોથ છીએ. બંને દેશો ગ્રોથના ગ્લોબલ એન્જિન છે. આર્થિક વિકાસ અને સંયુક્ત પ્રગતિ ટ્રમ્પ અને મારો મુખ્ય લક્ષ્ય હતા અને રહેશે.
 
9) આતંકવાદથી આપણા સમાજની રક્ષા ટોપ પ્રાયોરિટી
 
આતંકવાદ જેવી વૈશ્વિક સમસ્યાથી આપણા સમાજની રક્ષા અમારી ટોપ પ્રાયોરિટી છે. મીટિંગમાં અમે ટેરરિઝમ, એક્સ્ટ્રમિઝમ અને રેડિકલાઈઝેશનથી વિશ્વમાં પેદા થયેલા પડકારો પર ચર્ચા કરી અને સહયોગ આપવાની પણ સહમતિ બનાવી. આતંકવાદ સામે લડવું અને આતંકવાદીઓને સુરક્ષા આપતા તત્વોનો ખતમ કરવા અમારી પ્રાથમિકતા છે.
 
10) અમેરિકાએ ભારતની રક્ષા ક્ષમતા વધારી
 
સુરક્ષાના પડકાર પર પણ ચર્ચા થઈ. અમેરિકા દ્વારા ભારતની ડિફેકન્સ કેપિબિલિટીના સશક્તિકરણની અમે પ્રશંસા કરીએ છીએ. અમે દરેક પ્રકારથી અમારા  વચ્ચે મેરીટાઈમ સિક્યુરિટી કોઓપરેશન વધારવાનો ફેંસલો લીધો છે. બંને દેશો વચ્ચે ડિફેન્સ ટેક્નોલોજી, ટ્રેડ તથા મેન્યુફેક્ચરિંગની સુદ્રઢતા લાભદાયી થશે. યુએસથી સતત મળી રહેલા સમર્થન માટે અમે આભારી છીએ. તમારો ભારત અને મારા પ્રત્યેના મિત્રભાવ માટે હૃદયથી આભાર વ્યક્ત કરું છું. તમારા નેતૃત્વમાં આપણી મ્યુચ્યુઅલ બેનિફિશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને નવી ઊંચાઈ મળશે તેવો મને ભરોસો છે.
 
11) ઈન્ડો-પેસિફિક રિઝનમાં શાંતિ અને ખુશાલી બનાવી રાખીશું
 
અફઘાનિસ્તાનમાં આતંકવાદના કારણે વધતી અસ્થિરતા આપણી સમાન ચિંતાનો વિષય છે. આપણે અફઘાનિસ્તાનના પુનનિર્માણ અને સુરક્ષામાં ભૂમિકા ભજવી છે. આપણે ત્યાં શાંતિ અને સ્થિતરતા માટે યુએસથી ક્લોઝ કન્સલ્ટેશન, કમ્યુનિકેશન અને કોઓર્ડિનેશન જાળવી રાખીશું. ઈન્ડો-પેસિફિક રિઝનમાં ખુશાલી, શાંતિ અને સ્થિરતા આપણી સ્ટ્રેટેજિક કોઓપરેશનનો મુખ્ટ ઉદ્દેશ છે.
 
12) આશા છે, તમે મને ભારતમાં સત્કારનો મોકો આપશો
 
ભારત-અમેરિકાની આ મુલાકાતમમાં એક ઉત્તમ નેતૃત્વ માટે આપનો આભાર. બંને દેશોની સંયુક્ત વિકાસ યાત્રમાં હું તમારો ડિટરમિન, ડ્રિવેન અને ડિસાઈસિવ પાર્ટનર રહીશ. તમારી સાથે વાતચીત ફળદાયી રહી છે. મંચ છોડતાં પહેલાં હું તમને સપરિવાર ભારત યાત્રા માટે આમંત્રણ આપું છું. આશા છે કે તમે ભારતમાં મને સ્વાગત સત્કારનો મોકો આપશો.
 
સંયુક્ત નિવેદન નિરાશાજનક
 
‘સંયુક્ત નિવેદન નિરાશાજનક હતું. પીએમ મોદીના અમેરિકા પ્રવાસમાંથી કંઈ નવું હાંસલ થયું નથી. ટ્રમ્પે એક ભારતીય ખાનગી એવિએશન કંપનીની પ્રશંસા કરી છે, જે યુએસમાં રોજગારી આપવામાં મદદ કરી છે.’- મનીષ તિવારી, કોંગ્રેસ
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, અન્ય વાતો
અન્ય સમાચારો પણ છે...