તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

USમાં પેરેંટ્સ-ભાઈનું મોત, બોડી લાવવાના નથી પૈસા, સરકાર કરશે મદદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ ન્યૂયોર્કમાં મૂળ કલ્યાણ (મુંબઈ)ના ચંદન ગવઈ અને તેના પેરેન્ટ્સનું રોડ એક્સિડેન્ટમાં મોત થયું હતુ અને તેની પત્ની કોમામાં સરી પડી હતી. ભારતમાં રહેતા ચંદનના ભાઈઓ પાસે એટલા પૈસા નથી કે તેઓ પોતાના ભાઈ અને પેરેન્ટ્સના મૃતદેહ અંતિમ સંસ્કાર માટે ભારત લાવી શકે. સમગ્ર ઘટના અંગે વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ટ્વીટ કરી પરિવારને સાંત્વના આપી કે સરકાર તેઓની મદદ કરશે. બોડી પરત લાવવા માટે 13 લાખની જરૂર....
- ચંદન ગવઈ ન્યૂયોર્કમાં એક આઈટી કંપનીમાં કામ કરતા હતા.
- 4 જુલાઈએ તેઓ પત્ની, પુત્ર અને માતા-પિતા સાથે ઈન્ડિપેન્ડ્ન્સ ડે હોવાથી બીચ પર આતશબાજી જોવા ગયાં હતાં.
- બાદમાં ઘરે પરત ફરતી વખતે ખૂબ જ સ્પીડમાં આવતા એક પિકઅપ ટ્રકે ચંદનની કારને ટક્કર મારી હતી.
- અકસ્માતમાં ચંદન અને તેમના માતા-પિતાનું મોત નીપજ્યું. 11 વર્ષીય પુત્રને બંને હાથમાં ફ્રેક્ચર થયું અને પત્ની મનીષાને માથા પર ગંભીર ઈજા થતા તે કોમામાં સરી પડી.
- ટ્રક ડ્રાઈવરનું પણ ઘટનામાં મોત નીપજ્યું હતું બાદમાં બહાર આવ્યું કે ટ્રક ડ્રાઈવર દારૂના નશામાં હતો.
- ઘટનાની જાણ થતા જ ચંદનના બંને નાના ભાઈ સ્વપ્નિલ અને આનંદ ન્યૂયોર્ક પહોંચ્યા હતા.
- પરંતુ પૈસાના અભાવે બંને ભાઈને પોતાના મોટાભાઈ અને માતા-પિતાના મૃતદેહ ભારત પરત લાવવામાં મુશ્કેલી પડી રહી છે.
 
એક મૃતદેહ માટે જોઈએ 13 લાખ રૂપિયા
 
- સ્વપ્નિલનું કહેવું છે કે \'એક બોડીને ભારત પરત લાવવા માટે અંદાજે 13 લાખ રૂપિયાનો ખર્ચ થશે જે અમારી પાસે નથી.\'
- અમેરિકામાં જ એક બોડીના અંતિમ સંસ્કાર માટે 4 લાખનો ખર્ચ થાય છે.
- \'અમે અમારા તમામ સંબંધીઓ પાસે મદદ માગી, પરંતુ આટલી રકમ એકત્રિત કરી શક્યા નહીં.\'
 
US ઓથોરિટીએ કહ્યું ભાઈની બોડી પર ન કરી શકો દાવો
 
- સ્વપ્નિલના જણાવ્યા પ્રમાણે, ત્યાંની ઓથોરિટીનું કહેવું છે કે તેઓ ભાઈના મૃતદેહ માટે ક્લેમ ન કરી શકે.
- ભાઈની બોડી પર માત્ર તેની પત્ની જ ક્લેમ કરી શકે છે.
- \'સમસ્યા એ છે કે ભાઈની બોડી છોડીને માત્ર પેરેન્ટ્સની બોડી પર ક્લેમ કેમ કેવી રીતે કરીએ?\'
 
ભારતીય એમ્બેસીએ ન કરી મદદ
 
- મોટાભાઈ આનંદે મદદ માટે ઈન્ડિયન એમ્બેસીના અનેક ધક્કા ખાધા પરંતુ કોઈ મદદ ન મળી
- આનંદે કહ્યું કે \'જ્યારે અમે ઈન્ડિયન એમ્બેસી પાસે મદદ માગવા ગયા, ત્યાં અમારું અપમાન પણ કરવામાં આવ્યું હતુ\'.
 
ભારત સરકાર પાસે માગી મદદ
 
- બંને ભાઈઓએ હવે ભારત સરકાર પાસે મદદ માગી છે. આનંદનું કહેવું છે કે અમે બોડીના અંતિમ સંસ્કાર ન્યૂયોર્કમાં નથી કરવા ઈચ્છતા.
- \'મૃતદેહોને પરત લાવવા માટે ભારત સરકારની મદદની જરૂર છે\'.
- તો એક્સિડેન્ટની જાણ થતા ન્યૂયોર્કમાં ઈન્ડિયન કમ્યૂનિટી તરફથી ચાલતા એનજીઓએ મદદનો હાથ લંબાવ્યો હતો.
- એનજીઓએ મદદ માટે 2 લાખ ડોલરનું ફંડ એકત્રિત કર્યું હતું. પરંતુ બંને ભાઈઓનું કહેવું છે કે એનજીઓએ મદદ માટે તેમના કોલ્સ પર હવે કોઈ રિસ્પોન્સ નથી આપી રહ્યાં.
- બાદમાં કલ્યાણમાં રહેતા એક મિત્ર મિતેશે મદદ માટે ઓનલાઈન સાઈટ http://ketto.org/nyaccident બનાવી છે જેમાં અત્યાર સુધી 10 હજાર એકત્રિત કરવામાં આવ્યા છે,
- મિતેશે ફોરેન મિનિસ્ટર સુષમા સ્વરાજને ટ્વીટ કરી મદદની અપીલ પણ કરી હતી.
 
સુષમાએ શું કહ્યું ?
 
- સુષમા સ્વરાજે પોતાના ટ્વીટમાં લખ્યું કે \'ન્યૂયોર્કની કાઉન્સલેટ જનરલ રેગ્યુલર મારા કોન્ટેક્ટમાં છે. હવે તે આનંદના પરિવારની મદદ કરશે\'.
- \'પેરેન્ટ્સના અંતિમ સંસ્કાર ત્યાં કરી શકાય, પરંતુ અમેરિકન કાયદો ચંદનના અંતિમ સંસ્કારની મંજૂરી ત્યાં સુધી નહીં આપે, જ્યાં સુધી તેની પત્ની કોમામાં છે\'.
- સુષમાએ કહ્યું કે \'હું ખૂદ સમગ્ર મુદ્દા પર મોનિટર કરી રહી છું અને મારી પાસે સમગ્ર જાણકારી છે\'.
 
આગળની સ્લાઈડ પર જુઓ વધુ તસવીરો.....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો