‘ઈન્ડિપેન્ડન્સ ડે’: USAના સ્વાત્ર્ય દિને જ સૌથી મોટો ખતરો, FBIની ઉડી ઉંઘ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ 4 જૂલાઈએ અમેરિકાનો ‘ઈન્ડિપેન્ડન્સ ડે’ છે. સામાન્ય રીતે આ દિવસે અમેરિકનો ભારે ઉત્સાહમાં હોય છે. જોકે, આ વખતે ઉત્સાહના હિસાબમાં ચિંતાનું પ્રમાણ વધુ જણાઈ રહ્યું છે. કારણ છે કે અમેરિકા પર તેના ‘ઈન્ડિપેન્ડન્સ ડે’ના દિવસે જ સુન્ની આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ હુમલો કરી શકે છે.

FBIએ ઉભા કર્યા કમાન્ડ સેન્ટર્સ

ફોક્સ ન્યૂઝને મળેલી માહિતી અનુસાર ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન(FBI) 4 જુલાઈના સંભવિત હુમલાને ખાળવા માટે દેશ આખામાં 56 કમાન્ડ સેન્ટર્સ ઉભા કરી રહ્યું છે. જે આ સંભવિત જોખમ અંગેની રજેરજની માહિતી એકઠી કરશે.

સ્લિપર સેલ એક્ટિવ

ફ્રાન્સ, કુવૈત અને ટ્યુનિશિયામાં ઇસ્લામિક સ્ટેટે હુમલો કર્યા બાદ ટેરર એક્સપર્ટ દાવો કરી રહ્યાં છે કે ISએ પશ્ચિમના રાષ્ટ્રોમાં પોતાના સ્લિપર સેલ એક્ટિવ કરી દીધા છે. અને અમેરિકા પર સૌથી વધુ જોખમ તોળાઈ રહ્યું છે.

આગળની સ્લાઈડમાં વાંચો... અમેરિકનોને સાવચેત રહેવા અપાઈ સલાહ