જાણો આઝાદીનો પર્યાય ગણાતા 'સ્ટેચુ ઓફ લિબર્ટી' વીશે, રોચક FACT

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોશિંગ્ટનઃ અમેરિકાના ન્યૂયોર્કમાં સ્થિત સ્ટેચુ ઓફ લિબર્ટીને લોકતંત્ર અને આઝાદીનો પર્યાય માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની મુલાકાત ન કરો તો તમારી અમેરિકન ટૂર અધુરી ગણાય છે. 131 વર્ષ પહેલા 17 જૂન 1885 રોજ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ફ્રાંસથી અમેરિકા આવ્યું હતુ. સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને ફ્રાંસ નેવી શિપ આઈઝરની મદદથી ન્યૂયોર્ક લાવવામાં આવ્યું હતુ. કેવુ છે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી....

- 17 જૂન 1885માં સ્ટૂચ્યુ ઓફ લિબર્ટી ફ્રાંસથી અમેરિકાના ન્યૂયોર્કમાં પહોંચ્યું હતુ.
- સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને ફ્રાંસમાં તૈયાર કરવામાં આવ્યું હતુ.
- 350 ટુકડાંમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને ફ્રાંસથી અમેરિકા લાવવામાં આવ્યું હતુ.
- 214 ક્રેટનો ઉપયોગ કરી અલગ-અલગ ટુકડાંને અમેરિકા લાવવામાં આવ્યા હતા.
- સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને શિલ્પકાર ફ્રેડરિક અગસ્તે બારધોલ્દીએ ડિઝાઈન કર્યું હતુ.
- આ સ્ટૂચ્યુની જમીનથી મસાલ સુધીની ઉંચાઈ 305 ફૂટ એક ઈંચ છે. (એટલે કે 93 મીટર)
- અમેરિકામાં સત્તાવાર રીતે આ ટાપુને હવે લિબર્ટી આઈલેંડ કહેવાય છે.
સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો ઈતિહાસ જાણવા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...