• Gujarati News
  • Indian Origin Woman Jailed For Four Bank Robberies In America

અમેરિકાઃ ચાર બેન્ક લૂંટવા બદલ ભારતીય મૂળની નર્સને 66 વર્ષની જેલની સજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેલિફોર્નિયાઃ અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતી ભારતીય મૂળની 24 વર્ષીય યુવતી સંદીપ કૌરને અમેરિકાના ત્રણ રાજ્યોમાં ચાર બેન્કોમાં લૂંટ ચલાવવાની ગુનેગાર ઠેરવતા કોર્ટે 66 મહિનાની જેલની સજા આપી છે. એફબીઆઇએ પ્રોફેશનલ નર્સ સંદિપ કૌરને બમશેલ બૈન્ડિટ એવું નામ આપ્યુ છે.
સેન્ટ જ્યોર્જ ન્યૂઝ રિપોર્ટના અહેવાલ અનુસાર કેલિફોર્નિયાના યુનિયન સિટીમાં રહેનારી સંદીપ કૌરને મંગળવારે ઉટાહ રાજ્યમાં સેન્ટ જ્યોર્જની ફેડરલ ડિસ્ટ્રીક કોર્ટે સજા સંભળાવી હતી. સંદીપ કૌરના વકીલે સજા ઓછી કરીને 48 કલાક કરવાની દલીલ કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી. સંદીપે જાન્યુઆરીમાં સ્વીકાર કર્યો હતો કે તેણે 2014માં ચાર બેન્કો લૂંટી હતી. તેણે સૌ પ્રથમ લૂંટ સેન્ટ જ્યોર્જ શહેરમાં એક બેન્કમાં કરી હતી. સંદીપ કૌરની ધરપકડ નેવાડામાં કરવામાં આવી હતી.
એફબીઆઇના જણાવ્યા પ્રમાણે લૂંટ દરમિયાન કૌર ધમકી આપવાને કારણે તેનું નામ બોમ્બશેલ બેન્ડિટ થઇ ગયું. અહેવાલો અનુસાર કૌર બેન્કમાં લૂંટ દરમિયાન રૂપિયાની માંગણી કરતી હતી અને રૂપિયા નહી આપવા પર પોતાની જાતને વિસ્ફોટથી ઉડાવી દેવાની ધમકી આપતી હતી. સંદીપના વકીલ જે વિનવાર્ડે તેની ઉંમર, શિક્ષણ અને ગુનાહિત ભૂતકાળ ન હોવાની દલીલ આપી સજા ઓછી કરવાની માંગણી કરી હતી. અહેવાલો અનુસાર કૌરના બોયફ્રેન્ડ સાથે લગ્ન બાદ તેમની વચ્ચેના સંબંધો બગડ્યા હતા. સ્ટૉક માર્કેટમાં રૂપિયા કમાયા બાદ કૌર લાસ વેગાસ આવી ગઇ હતી. અહી આવ્યા બાદ તેને જૂગારની લત લાગતા તેના માથે દેવુ થઇ ગયું. કૌર 15 વર્ષની ઉંમરમાં હાઇસ્કૂલ અને 19 વર્ષમાં નર્સિગ સ્કૂલમાં ગેજ્યુએટ થઇ હતી. એફબીઆઇના જણાવ્યા પ્રમાણે લૂંટ દરમિયાન બોમ્બની ધમકી આપવાને કારણે કૌરનું નામ બોમ્બશેલ બેન્ડિટ પડ્યુ હતું. સંદીપના વકીલે કહ્યુ કે, તે લૂંટ દરમિયાન હિંસાની ધમકી આપતી હતી પરંતુ તેની પાસે કોઇ હથિયાર અને વિસ્ફોટક નહોતા.
આગળની સ્લાઇડમાં જુઓઃસંદીપ કૌરની વધુ તસવીરો