તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Indian Origin Woman Sentenced To 15 Years In Prison For Abusing And Starving Step Daughter

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

USમાં ભારતીય મહિલાને 15 વર્ષની જેલઃ સાવકી દીકરી પીટતી, ખાવાનું ન આપતી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ન્યૂયોર્કઃ અમેરિકામાં ભારતીય મૂળની મહિલાને ક્વીન્સની સુપ્રીમ કોર્ટના 15 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. 35 વર્ષની શીતલ રાનોટ પર પોતાની 12 વર્ષની સાવકી દીકરી સાથે ક્રૂરતા ભર્યો વ્યવહાર કરવાનો અને તેને ભૂખી રાખવાનો આરોપ હતો. આ વર્ષે જુલાઇમાં જ્યૂરીએ શીતલને દોષિત ઠેરવી હતી.
બાથરૂમમાં પૂરતી અને ખૂબ પીટતી
- ન્યૂઝ એજન્સી અનુસાર, ક્વીન્સ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ રિચર્ડ બુચરે શુક્રવારે શીતલને સજા સંભળાવી.
- સાવકી દીકરી માયા સાથે દોઢ વર્ષથી કરતા હતી ક્રૂરતાભર્યું વર્તન.
- આ દરમિયાન શીતલે માયાને ખૂબ પીટી અને તેને ભૂખી રાખી.
- ડિસેમ્બર-2012થી માંડીને મે-2014 દરમિયાન માયાને ઘણીવાર બાથરૂમમાં કેદ કરીને રાખવામાં આવી.
- શીતલને લગભગ ત્રણ સપ્તાહ સુધી ચાલેલી સુનવણી દરમિયાન જુલાઇમાં જ્યૂરીએ દોષિત ઠેરવી હતી.
ડિસ્ટ્રિક્ટ એટોર્નીએ કહ્યું- ખરાબ સાવકી માનું પ્રતીક છે શીતલ
- ક્વીન્સ ડિસ્ટ્રિક્ટ એટોર્ની રિચર્ડ બ્રાઉને કહ્યું કે, શીતલ રાનોટ એક ખરાબ સાવકી મા નું પ્રતીક છે. 12 વર્ષની છોકરીનું વજન માંડ 26 કિલો હતું. કોઇ પણ બાળક સાથે આવું ન થવું જોઇએ.
- માયાના પિતા રાજેશ રાનોટ પર પણ તેની પીટાઇ કરવાનો, ગેરકાયદે કેદ કરીને તેનો જીવ ખતરામાં નાખવાનો આરોપ લાગ્યો છે.
- રાજેશ રાનોટના કેસ અંગે નિર્ણય હજી નથી આવ્યો.
ઘટના સામે કેવી રીતે આવી
- એક વખત શીતલે માયાને મેટલની સાવરણીથી ખૂબ પીટી. માયાના ડાબા કાંડે અને જમણા ઘૂંટણમાં ગંભીર ઇજા પહોંચી.
- મેડિકલ ઓફિસર જ્યારે પહોંચ્યા ત્યારે માયા લોહીલૂહાણ હતી અને દર્દમાં કણસી રહી હતી. માયાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને તેની સર્જરી થઇ.
- બાદમાં પોલીસે કાર્યવાહી કરતા શીતલ અને રાજેશને માયાની કસ્ટડી ન આપી. શીતલ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો.
- પોલીસે માયાની સ્કૂલમાં પણ તપાસ કરી. તેના શિક્ષકે પણ જણાવ્યું કે, માયા મારનો ઉલ્લેખ કરતી હતી.
- એક વખત તો શીતલે માયાને વેલણથી ફટકારી. જેમાં તેને ગાલ સૂજી ગયા હતા.
- એક વખત શીતલે માયાને એવા સમયે ચહેરા પર માર્યું જ્યારે તે શૂઝ પહેરી રહી હતી. તે સમયે પણ માયાને આંખની આસપાસ સોજો આવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો