તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોદીના સપોર્ટર મૂળ ભારતીયનુ ટ્રમ્પની પાર્ટીને સમર્થન, આપ્યું 7 કરોડનું ફંડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઓહિયોઃ શલભ કુમારે રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડેન્શિયલ કેન્ડિડેટ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન કર્યું છે. તેણે રિપબ્લિકન પાર્ટીને અંદાજે 7 કરોડ રૂપિયાનું ડોનેશન આપ્યું છે. એક મીડિયા હાઉસમાં આપેલા ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પને ખોટા સમજવામાં આવી રહ્યાં છે. કોણ છે શલભ કુમાર....
- શલભ કુમાર મૂળ અંબાલા (હરિયાણા)ના રહેવાસી છે. અનેક વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા છે.
- શલભે પંજાબ એન્જીનિયરિંગ કોલેજ, ચંદીગઢ અને ઇલિનોય ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી ઈલેક્ટ્રોનિક્સ એન્જીનિયરિંગ કર્યું છે.
- તેમણે એવીજી એડવાન્સ્ડ ટેક્નોલોજીસ કંપની બનાવી જે ઓટોમેશન કંટ્રોલ, સેમીકન્ડક્ટર્સ, ટેક્નિ કમ્યુનિકેશનનું કામ કરે છે.
- કુમાર પહેલા ડેમોક્રેટ હતા, તે ફોર્મર પ્રેસિડેન્ટ રોનાલ્ડ રીગનની પોલિસથી ખૂબ જ પ્રભાવિત હતા.
ટ્રમ્પ સપોર્ટરે કહ્યું આ તો શરૂઆત છે
- તેમણે 7 કરોડમાંથી અંદાજે 3 કરોડ પોતાના અને બાકીની રકમ પત્નીના ભાગમાંથી આપી હતી.
- આ રકમ રિપબ્લિકન હિંદુ કોલિશનની મદદથી ડોનેટ કરવામાં આવી હતી. સાથે જ શલભે કહ્યું કે આ તો શરૂઆત છે.
- પીએમ મોદીને મળવા માટે યુએસ સાંસદોની ટ્રીપનું આયોજન કર્યા બાદ શલભ કુમાર ચર્ચામાં આવ્યા હતા.
ભારતીયો સાથે ટ્રમ્પ
- શલભે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પને હજી કોઈ સારી રીતે ઓળખતું નથી.
- તેણે કહ્યું કે વન-ઓન-વન મિટિંગમાં ટ્રમ્પ વિશેની મારી અનેક ધારણાઓ ખોટી પડી હતી.
- અત્યાર સુધીના ઈતિહાસમાં ભારત પ્રત્યે વધુ લગાવ ધરાવનારા અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પ હશે.
- શલભનું કહેવું છે કે 21મી સદીને ટ્રમ્પ ઈન્ડિયા-યૂએસ સદી બનાવવા ઈચ્છે છે.
મોટાભાગના ભારતીયો ડેમોક્રેટિક પાર્ટીના સપોર્ટર
- અમેરિકામાં રહેતા મોટાભાગના ભારતીયો ડેમોક્રેટિક પાર્ટીના સપોર્ટર્સ છે.
- બિલ ક્લિંટન અને બરાક ઓબામા તેમના હીરો છે. આ કારણે જ હિલેરીને અહીં ખૂબ જ સમર્થન મળી રહ્યું છે.
- રિપબ્લિકન પાર્ટીના જ્યોર્જ ડબલ્યૂ બુશના ન્યૂક્લિયર પ્રોગ્રામ બાદ ભારતીયો ડેમોક્રેટિક પાર્ટી પસંદ નથી કરતા.
આગળની સ્લાઈડ પર જુઓ વધુ તસવીર
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો