તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

\'USમાં હિન્દુઓ વિરુદ્ધનો માહોલ\', વ્હાઇટ હાઉસની સામે ઇન્ડિયન-અમેરિકન્સે યોજી રેલી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વોશિંગ્ટનઃ અમેરિકામાં હેટ ક્રાઇમ્સ વિરુદ્ધ ઇન્ડિયન અમેરિકન્સ (હિન્દુ-શીખ) દ્વારા વ્હાઇટ હાઉસ સામે અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું. રેલીમાં સામેલ લોકોએ કહ્યું કે, અમેરિકામાં અમારી કોમ્યુનિટીના લોકો ઇસ્લામ અને વિદેશીઓથી ભયનો શિકાર બની રહ્યા છે. હાલમાં પોલિટિકલ વાતાવરણ એવું છે કે, હિન્દુઓ સહિત તમામ કોમ્યુનિટીના લોકોને ટારગેટ બનાવવામાં આવી રહ્યા છે. કોમ્યુનિટીના મેમ્બર્સે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને આ મુદ્દે દખલ કરવાની ડિમાન્ડ કરી છે. વધુમાં ભારતીય કોમ્યુનિટીએ  ગત મહિને કેન્સાસમાં ભારતીયને જીવના જોખમે બચાવનારા ઇયાન ગ્રિલોટનું સમ્માન કરવાનો નિર્ણય લીધો છે. 25મી માર્ચે ઇયાનનું સમ્માન કરવામાં આવશે.
 
હિન્દુ કોમ્યુનિટી પર વધુ અસર 

- ન્યૂઝ એજન્સી અનુસાર, વ્હાઇટ હાઉસની સામે રવિવારે રેલી યોજવામાં આવી હતી. જેમાં સામેલ વર્જિનિયાની એક કોર્પોરેટ લૉયર વિંધ્યા અડાપા (27) એ કહ્યું કે, ઇસ્લામથી ભયને કારણે હાલમાં જ હિન્દુઓને પણ ટારગેટ બનાવવામાં આવ્યા. જેની અમારી કોમ્યુનિટી પર ખૂબ જ અસર પડી છે.

- અડાપા એવા કેટલાંય ઇન્ડિયન-અમેરિકન્સમાં સામેલ હતી, જેમણે ગ્રેટર વોશિંગ્ટન એરિયામાં હેટ ક્રાઇમ્સ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. અડાપાના દોસ્ત એક ઇન્ડિયન-અમેરિકન ડોક્ટર એસ સેશાદ્રીએ રહ્યું કે, કેન્સાસમાં હાલમાં જ એક આઇટી પ્રોફેશનલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેને ભૂલથી એક આરબ અને એક મુસ્લિમ સમજી લેવામાં આવ્યો હતો. મને લાગે છે કે, આજે પોલિટિકલ માહોલ એવો છે કે, હિન્દુ-અમેરિકન્સ સહિત તમામ કોમ્યુનિટીના લોકોને ટારગેટ બનાવવામાં આવી રહ્યા છે. 
 
આ વિરોધ પ્રદર્શન ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન વિરુદ્ધ નથી

- અડાપાએ કહ્યું કે, અમે અહીંયા હેટ ક્રાઇમ્સ વિરુદ્ધ, ખાસ કરીને ભારતીય મૂળના લોકો વિરુદ્ધના હેટ ક્રાઇમ્સ અંગે જાગરુકતા ફેલાવવા માટે કરી રહ્યા છે. આ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના વિરોધ માટેનું પ્રદર્શન નથી. અમે ઇન્ડિયન-અમેરિકન્સ વિરુદ્ધ ચાલી રહેલા હેટ ક્રાઇમ્સ વિરુદ્ધ બંને પાર્ટીઓ (રિપબ્લિકન-ડેમોક્રેટ)નો સપોર્ટ માંગવા આવ્યા છીએ. 
- અડાપાએ પ્રેસિડન્ટ ટ્રમ્પને અપીલ કરી છે કે, તેઓ આ મામલામાં દખલ કરે અને ચાલતી ઘટનાઓની નિંદા કરે.
 
સ્લાઇડ બદલોને વાંચો કેન્સાસમાં ભારતીયને બચાવનારા ઇયાન ગ્રિલોટનું થશે સમ્માન
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો