ભારત-પાક. વચ્ચેનું ટેન્શન ફેરવાઈ શકે ન્યૂક્લિયર વૉરમાં: USના ટોચના જનરલની આગાહી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલો તણાવ આગામી સમયમાં પરમાણુ યુદ્ધનું રૂપ લઈ શકે છે. અમેરિકાના ટોચના જનરલે શુક્રવારે આગાહી કરી હતી. સેનેટની શસ્ત્ર સેવા સમિતિના અધ્યક્ષ જોસેફ વોટેલે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. તેઓ અમેરિકી કેન્દ્રીય કમાનના કમાન્ડર છે. 
 
વોટેલે કહ્યું કે, પાકિસ્તાન આધારિત આતંકી જૂથો વિરુદ્ધ કાર્યવાહીના અભાવના કારણે ભારત ચિંતિત છે. વર્ષની શરૂઆતમાં તેમણે આતંકી હુમલાનો જવાબ આપ્યો હતો. અમારું આકલન છે કે, ભારતમાં આવા આતંકી હુમલા બંને દેશ વચ્ચે યુદ્ધની સ્થિતિ ઊભી કરી શકે છે. 
 
કાશ્મીર મુદ્દે ચર્ચા માટે UN સક્રિય 

યુનાઇટેડ નેશન્સના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાનના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે ચર્ચા કરવવા અંગે વિચારી રહ્યા છે. યુએસના પ્રમુખના ઉપ પ્રવક્તા ફરહાન હકે મીડિયાને કહ્યું કે પ્રક્રિયા આગળ વધવામાં જો આનાથી કોઈ મદદ મળશે તો ગુટેરેસ વિવિધ અધિકારીઓ સાથે વાત કરશે. 
અન્ય સમાચારો પણ છે...