તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હ્યુસ્ટનમાં ફરજિયાત ઘરો ખાલી કરવાની નોટિસ, પાવર કટ ને છોડાશે પાણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના ટેક્સાસ રાજ્ય પર ત્રાટકેલા હાર્વે વાવાઝોડાંને કારણે હ્યુસ્ટન શહેરને ખૂબ નુકસાન પહોંચ્યું છે. હ્યુસ્ટન શહેરના મેયર સિલ્વેસ્ટ ટર્નરે ગત શનિવારે નોટિસ જાહેર કરી છે કે, પશ્ચિમ હ્યુસ્ટનમાં આવેલા 4000 ઘરોને લોકોએ ફરજિયાત ખાલી કરવા પડશે. કારણ કે, આ વિસ્તારમાં પાવર કટ કરીને પ્લાન બનાવીને પાણી છોડવામાં આવશે.
 
શહેરની સાફ સફાઇ માટે ફંડની માંગણી  

- હ્યુસ્ટનના મેયરે લોકોને અપીલ કરી છે કે, વેસ્ટ હ્યુસ્ટનના વિસ્તારમાં જે લોકો હજુ પણ પોતાના ઘરમાં છે તેમણે પોતાની અને અન્ય લોકોની સેફ્ટી અંગે વિચારવાની જરૂર છે. 
- ગત શનિવારે ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મલેનિયા હાર્વે વાવાઝોડાંથી અસરગ્રસ્ત લોકોને મળ્યા હતા. 
- વાવાઝોડાંમાં પોતાના ઘર ગુમાવી ચૂકેલા લોકોની મદદ માટે ટર્નરે ટ્રમ્પ પાસે ફંડની માગણી કરી હતી. તે સિવાય હ્યુસ્ટનમાં પૂર અને વાવાઝોડાંને કારણે ફેલાયેલી ગંદકીને કારણે મહાસફાઇની જરૂરિયાત સર્જાઇ છે. 
- ટેક્સાસના ડિકિન્સન એરિયાના નિવાસીઓ એ પોતાના ઘરની પાણી અને વાવાઝોડાંને કારણે નુકસાન થયેલી વસ્તુઓને ઘરની બહાર ઠાલવી દીધી છે જેથી ફેડરલ ઇમર્જન્સી મેનેજમેન્ટ એજન્સી (FEMA)ના વર્કર્સ તેને કલેક્ટ કરી શકે.  
- શક્તિશાળી વાવાઝોડાં હાર્વે અને પૂરને કારણે લગભગ 1 લાખ જેટલાં ઘર તબાહ થયા છે. 
- સ્થાનિક મીડિયા અનુસાર, અત્યાર સુધીમાં હાર્વે વાવાઝોડામાં થયેલા નુકસાનનું વળતર માગતા 4.30 લાખ દાવા FEMA સમક્ષ કરવામાં આવ્યા છે. 
 
આગળ જુઓ હાર્વે વાવાઝોડાંને કારણે તબાહ થયેલા ઘરોના ફોટોગ્રાફ્સ
અન્ય સમાચારો પણ છે...