US: ગન આકારના મોબાઇલ ફોન ન ખરીદવા પોલીસની લોકોને વિનંતી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂજર્સીઃ અમેરિકાના ન્યૂજર્સીમાં પોલીસે લોકોને ગન જેવા દેખાતા મોબાઇલ ફોનની ખરીદી ન કરવાની અપીલ કરી હતી. ન્યૂજર્સી પોલીસે ફેસબુક પર કહ્યુ હતું કે તે ખૂબ ભયાનક અને ખૂબ ખતરનાક વિચાર છે. અમે તમને આ પ્રોડક્ટનો ઉપયોગ ન કરવાની ભારપૂર્વક ભલામણ કરીએ છીએ. રાજ્યની પ્રોસિક્યુટર ઓફિસે પણ આ સંદેશને દોહરાવ્યો હતો.
અહેવાલો અનુસાર લોકો પાસે ગન જેવા આકારના વિવિધ સ્ટાઇલમાં ફોન હોવાના અનેક કેસ સામે આવ્યા છે. આ પ્રકારના ફોન ઇબે સહિતની અનેક વેબસાઇટ પરથી સરળતાથી ખરીદી શકાય છે. આ વર્ષ દરમિયાન યુવકો પાસે હથિયાર છે તેવું સમજી ભૂલથી પોલીસ દ્વારા અનેક બાળકોને શૂટ કરવામાં આવ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં લોસ એન્જલસ પોલીસના એક અધિકારીએ 15 વર્ષીય છોકરાને ગોળી મારી ઇજાગ્રસ્ત કર્યો હતો. આ છોકરો ગનની રેપ્લિકા સાથે ઉભેલા તેના મિત્રની નજીકમાં ઉભો હતો.
ગયા વર્ષે નોર્થન કેલિફોર્નિયા શેરિફ ડેપ્યુટી પર કોઇ કાર્યવાહી કરવામાં નહી આવે એવી જાહેરાત કરાઇ હતી. 13 વર્ષનો એક બાળક રાઇફલ જેવી દેખાતી નકલી ગન લઇ ઉભો હતો ત્યારે આ પોલીસ અધિકારીએ ભૂલથી તેના પર સાત વાર શૂટ કરી તેની હત્યા કરી હતી. આવો જ અન્ય કેસ 12 વર્ષના તામીર રાઇસનો છે. તામીર જ્યારે નકલી ગન લઇ ઉભો હતો ત્યારે ક્લેવેલેન્ડ પોલીસના એક અધિકારીએ તેને શૂટ કર્યો હતો. જજે તે અધિકારી વિરુદ્ધ ફોજદારી કેસ ચલાવવાનું યોગ્ય કારણ હોવાનું માન્યુ હતું પરંતુ અધિકારીએ કહ્યુ કે તેની પાસે ફાયરિંગ કર્યા સિવાય અન્ય કોઇ વિકલ્પ નહોતો.
આગળની સ્લાઇડમાં જુઓઃ ગન જેવા દેખાતા મોબાઇલ ફોનનો વપરાશ કરતા યુઝર્સ
અન્ય સમાચારો પણ છે...