US: દીકરીની અટક 'અલ્લાહ' ન રાખવા દેતાં દંપતીનો જ્યોર્જિયા રાજ્ય વિરુદ્ધ કેસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકન રાજ્ય જ્યોર્જિયમાં એક દંપતીને દીકરીની અટક 'અલ્લાહ' ન રાખવા દીધી, જેને કારણે હવે તે દંપતી એ રાજ્ય વિરુદ્ધ કેસ કર્યો છે. 
 
સોશિયલ સિક્યોરિટી નંબર ન થયો જનરેટ
 
- પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટે એલિઝાબેથ હેન્ડી અને બિલાલ વાકની 22 મહિનાની દીકરીને બર્થ સર્ટિફિકેટ આપવાનો ઇનકાર કરી દીધો હતો.
- દંપતીનું કહેવું હતું કે, ડિપાર્ટમેન્ટના પગલાંને કારણે, અમારી દીકરીનો સોશિયલ સિક્યોરિટી નંબર જનરેટ ન થઇ શક્યો. 
- સરકારી અધિકારીઓનું કહેવું હતું કે, જૈલીખા ગ્રેસફુલ લાર્નિયા અલ્લાહ નામની બાળકીની અટક હેન્ડી અથવા વાક અથવા બંનેના કોમ્બિનેશન જેવી હોવી જોઇએ. 
- અલ્લાહ અરબી ભાષાનો શબ્દ છે, જે ખુદા અથવા ભગવાગ માટે ઉપયોગમાં લેવાય છે. 
 
અધિકારોનું હનન

- જ્યોર્જિયાના નાગરિક અધિકાર સંગઠન 'ધ અમેરિકન સિવિલ લિબર્ટી યુનિયન' (ACLU) એ દંપતી તરફથી ફુલ્ટન કાઉન્ટી સુપીરિયર કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. 
- બાળકીના પિતા એ એટલાન્ટા જર્નલ કોન્સ્ટિટ્યૂશન મેગેઝિનને કહ્યું કે, તેઓ દીકરીને અલ્લાહ કહીને બોલાવે છે, કારણ કે તે શ્રેષ્ઠ નામ છે. 
- તેમનું કહેવું છે કે, સ્પષ્ટ રીતે ડિપાર્ટમેન્ટના અધિકારીઓની કાર્યવાહી અયોગ્ય હતી અને મારા અધિકારોનું હનન કરવામાં આવ્યું છે.
 
મા અથવા પિતાની જ અટક બાળકની હોય

- જ્યારે પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટના વકીલોનું કહેવું છે કે, જ્યોર્જિયાના નિયમો અનુસાર, બર્થ સર્ટિફિકેટ માટે બાળકની સરનેમ કાં તો તેના પિતાની હોય અથવા તેની મા ની હોય. 
- આ પરિવારને લખેલા એક પત્રમાં અધિકારીઓનું કહેવું છે કે, જૈલીખાની સરનેમ સુપીરિયર કોર્ટમાં એક એપ્લિકેશન દાખલ કરીને બદલી શકાય છે, પરંતુ તે માટે જરૂરી છે કે જન્મ સાથે સંબંધિત ડોક્યુમેન્ટ્સ અપ્રૂવ્ડ હોય. 
- આ અપરિણીત કપલનો એક દીકરો પણ છે, જેનું નામ માસ્ટરફુલ મોસિરા અલી અલ્લાહ છે. 
અન્ય સમાચારો પણ છે...