તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

US ઇલેક્શન દરમિયાન રશિયાએ ટ્રમ્પની મદદ કરી હતી, કરીશું તપાસઃ પહેલીવાર બોલ્યું FBI

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વોશિંગ્ટનઃ પહેલીવાર FBIના ડાયરેક્ટર જેમ્સ કોમીએ કહ્યું છે કે, નવેમ્બર 2016માં થયેલા પ્રેસિડેન્શિયલ ઇલેક્શનને અસર પહોંચાડવાનો પ્રયત્ન કરાવમાં આવ્યો હતો. અમને હંમેશાથી એ શંકા હતી કે, વ્લાદિમીર પુતિને ડોનાલ્ડ ટ્રમ્પની મદદ કરી હતી. આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. કોમી અને યુએસ NSA ડાયરેક્ટર માઇક રોજર્સે કોંગ્રેસની પેનલને આ વાત કહી, 
 
બંને અધિકારીઓએ પેનલ સાથે સાડા 5 કલાક વિતાવ્યા 

- કોમી અને રોજર્સે હાઉસ ઓફ ઇન્ટેલિજેન્સ કમિટીની સાથે સાડા 5 કલાક વિતાવ્યા. આ દરમિયાન તેમણે ઘણી વાતો શેર કરી. 
- કોમીએ સ્પષ્ટ કહ્યું કે, પુતિન ઇચ્છતા હતા કે ઇલેક્શનમાં ડેમોક્રેટિક હિલેરી ક્લિન્ટન હારી જાય અને ટ્રમ્પ જીતી જાય.
- ટ્રમ્પ માર્ચની શરૂઆતમાં એ સમયે કોન્ટ્રોવર્સીમાં આવ્યા હતા, જ્યારે તેમણે કોઇ પણ પૂરાવા વિના ટ્વીટ કર્યું હતું કે, ઓબામાએ પ્રેસિડેન્શિયલ ઇલેક્શન દરમિયાન તેમનો ફોન ટેપ કરાવ્યો હતો. 
- કોમીએ કહ્યું કે, હું ટ્રમ્પનું સમ્માન કરું છું, પરંતુ અમને એ વાતના કોઇ પૂરાવા નથી મળ્યા જેનાથી સાબિત થાય કે અગાઉના એડમિનિસ્ટ્રેશને ટેપિંગ જેવું કોઇ કામ કર્યું.
 
રશિયા ફગાવતું રહ્યું છે આરોપો 

- અમેરિકન સંસદની ઘણી કમીટિઓ આ વાતની તપાસ કરી રહી છે કે, રશિયાએ અમેરિકન ઇલેક્શનને અસર પહોંચાડવાનો પ્રયત્ન કર્યો.
- તેમનું માનવું છે કે, રશિયાએ ડેમોક્રેટ્સના ઇમેઇલ હેક કર્યા અને તેમને તકલીફ કરતી માહિતી લીક કરી. જો કે, રશિયા હંમેશાથી આ આરોપોને ફગાવતું રહ્યું છે.
- કોમીએ કહ્યું કે, એફબીઆઇ ગત વર્ષ જુલાઇથી ઇલેક્શનમાં રશિયાની દખલગીરી અંગે તપાસ કરી રહ્યા છે. જો કે, જ્યાં સુધી કોઇ પૂરાવા ન મળે ત્યાં સુધી અમે કોઇ પરિણામ પર નહીં પહોંચી શકીએ. 
- કોમીએ આ મુદ્દે વધુ કોઇ ડિટેઇલ્સ આપવાનો ઇન્કાર કર્યો છે. 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો