ઝકરબર્ગે પત્નની પ્રેગ્નેંસી પર FB લખ્યું- \'આ વખતે અમારે દીકરી જોઈએ છે\'

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેનફ્રાંસિસ્કોઃ માર્ક ઝકરબર્ગ અને તેની પત્ની પ્રિસિલા ચાન ફરી પેરેન્ટ્સ બનશે. ઝકરબર્ગે ફેસબુક પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે લખ્યું કે હું અને પ્રિસિલા ખૂબ જ ખુશ છીએ, અમે ફરીથી પુત્રીના માતા-પિતા બનીએ તેવી આશા સેવી રહ્યા છીએ.
 
મેક્સનો અનુભવ ટફ હતો
 
- માર્કે પોતાની પોસ્ટમાં લખ્યું કે 'મેક્સનો જન્મના ટફ એક્સપીરિયન્સ બાદ અમને ભરોસો ન હતો કે આગળ શું થશે, બીજા બાળક અંગે ક્યારે વિચારીશું'
- 'જેવી મને જાણ થઈ કે પ્રિસિલા ફરીથી પ્રેગ્નેંટ છે, સૌપ્રથમ મારી એક જ પ્રાર્થના કરી કે બાળક હેલ્દી રહે, અને બીજી પ્રાર્થના એ કરી કે બીજું બાળક પણ દીકરી જ થાય'
- 'ઝકરબર્ગે લખ્યું કે હું ત્રણ બહેનો સાથે મોટો થયો છું. તેમણે મને સ્માર્ટ અને મજબૂત મહિલાઓ પાસેથી શીખવા કહ્યું'
- 'તેઓ માટે માત્ર બેહન જ નહીં, પરંતુ મારી સૌથી સારી મિત્ર પણ હતી, તેમણે પુસ્તકો લખ્યા, મ્યૂઝિક, સ્પોર્ટ્સ, કુકિંગ બધામાં તેઓ સફળ રહ્યાં, તેમણે મને શીખવ્યું કે દરેક મુશ્કેલીઓમાં કેવી રીતે હસતું રહેવું'
- માર્કે પત્ની અંગે જણાવતા કહ્યું કે 'પ્રિસિલા પણ બે બહેનો સાથે મોટી થઈ છે, તેની બહેનોએ તેને પરિવારનું મહત્વ, અન્ય બાળકોનું સન્માન અને મહેનત કરવા અંગે શીખવ્યું'
- અમે સારા માણસ એટલા માટે બન્યા કારણ કે અમારા જીવનમાં સારી મહિલાઓ હતી.
 
માર્કની 15 મહિનાની દીકરી
 
હાલ માર્ક અને પ્રિસિલાને 15 મહિનાની દીકરી છે જેનું નામ મેક્સ છે. મેક્સના જન્મ પહેલા પ્રિસિલાના 3 મિસકેરેજ થઈ ગયા હતા. નવેમ્બર 2015માં મેક્સના જન્મ બાદ માર્ક અને પ્રિસિલાએ કહ્યું હતું કે તેઓ ફેસબુકની 99 ટકા સંપત્તિને દાન કરશે.
અન્ય સમાચારો પણ છે...