તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

EX પ્લેબોય મોડલ હવે મોસ્ટ વોન્ટેડ, હની ટ્રેપથી ફસાવતી ગેંગસ્ટર્સને

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ એક્સ પ્લેયબોય મોડલ અને એક્સ મિસ બોસ્નિયા સ્લોબોડાન્કા ટોસિક, આ ગ્લેમરસ મોડલને હાલ ઈન્ટરપોલ શોધી રહી છે. કોર્ટે મંગળવારે તેને ભાગેડૂ જાહેર કરી. એક માફિયા ડોનને હની ટ્રેપમાં ફસાવી મારવાના પ્રયાસના કેસમાં જુલાઈ 2016માં કોર્ટે સ્લોબોડાન્કાને અઢી વર્ષની જેલની સજા ફટકારી હતી. પરંતુ તે કોર્ટમાં હાજર રહી નહીં. હવે કોર્ટની અપીલ પર તેના વિરુદ્ધ ઈન્ટરપોલે અરેસ્ટ વોરન્ટ જાહેર કર્યું છે.
આવી રીતે ગેંગસ્ટરને મારવાનો પ્રયાસ કર્યો
- આ ઘટના 2006ની છે, બોસ્નિયામાં બે માફિયા દઝોર્દજે જદ્રાલે અને ડોરકો એલેજ વચ્ચે દુશ્મની હતી.
- સ્લોબોડાન્કાએ ડોરકોના કહેવા પર જદ્રાલેને હની ટ્રેપમાં ફસાવ્યો અને એક સ્થળે મળવા બોલાવ્યો.
- બંનેની મુલાકાત સ્થળે ડોરકોના માણસો પહોંચ્યા અને જદ્રાલે પર ફાયરિંગ કર્યું.
- જો કે જદ્રાલેએ પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો, પરંતુ તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.
માફિયા ગેંગની મેંબર હતી આ મોડલ
- સ્લોબોડાન્કા જ્યારે 19 વર્ષની હતી ત્યારથી જ તેણે મિસ બોસ્નિયાનો ખિતાબ જીત્યો હતો.
- ત્યારબાદ 2008માં સર્બિયન પ્લેબોય મેગેઝિને તેને પોતાના કવર પેઈઝ પર સ્થાન આપ્યું હતું.
- પોલીસના જણાવ્યા પ્રમાણે આ મોડલ ડોરકો એલેજની ગેંગની ખાસ મેંબર હતી.
- પોલીસે એ ન જણાવ્યું કે આ કેસને સોલ્વ કરવામાં આટલા વર્ષો કેમ લાગ્યા.
- પોલીસનું કહેવું છે કે સ્લોબોડાન્કાની સૌપ્રથમ બોસ્નિયામાં શોધ હાથ ધરવામાં આવશે.

આગળની સ્લાઈડ પર જુઓ વધુ તસવીરો.......
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો