તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રમ્પે ભારતીય મૂળના થાપરને અપીલ કોર્ટ માટે નોમિનેટ કર્યા, વિરોધી પણ સમર્થનમાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વોશિંગ્ટનઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના અમૂલ થાપરને યુએસ કોર્ટ ઓફ અપીલમાં જજ તરીકે અપોઈન્ટ કર્યા છે. 47 વર્ષિય થાપરને 2007માં કેન્ટુકીના ડિસ્ટ્રીક્ટ જજ બનાવવામાં આવ્યા હતા. એ સમયે મહત્વના પદ પર પહોંચનારા થાપર પ્રથમ સાઉથ એશિયન હતા. જો કે નવી જવાબદારી સંભાળવા માટે થાપરના નામની સેનેટમાંથી મંજૂરી લેવી પડશે. વિરોધપક્ષે પણ થાપરના નોમિનેશનનું સ્વાગત કર્યું હતું.
 
ટ્રમ્પની પ્રથમ પસંદગી થાપર
 
- ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને થાપરને નોમિનેશનની જાહેરાત સોમવારે રાતે કર્યું.
- ઉલ્લેખનીય છે કે ઈલેક્શન કેમ્પેઈન દરમિયાન ટ્રમ્પે સુપ્રિમ કોર્ટ માટે જે 20 જજનું લિસ્ટ જાહેર કર્યું હતું તેમાં થાપરનું નામ હતું.
- માનવામાં આવી રહ્યું છે કે સેનેટમાં થાપરના નામ પર કોઈપણ સવાલ વગર માન્ય રાખવામાં આવ્યું.
- સેનેટમાં મેજોરિટી લીડર મિચ મેકકોનેલે કહ્યું કે થાપરનું અત્યાર સુધીનું કરિયર સારું છે, તેઓએ કાયદા માટે ખૂબ જ સારા નિર્ણયો લીધા અને તેમનું ડેડિકેશન પણ સારું છે.
- મિચે કહ્યું કે પ્રેસિડન્ટ ટ્રમ્પે થાપરનું નોમિનેટ કરી સારો નિર્ણય લીધો છે, મને આશા છે કે સેનેટ પણ આ નામને માન્યતા આપશે.
- સામાન્ય રીતે ટ્રમ્પનો વિરોધ કરનારા સાઉથ એશિયન બાર એસોશિએશન ઓફ નોર્થ અમેરિકાએ પણ ટ્રમ્પના નિર્ણયનું સ્વાગત કર્યું હતું.
 
શું હશે જવાબદારી ?
 
- થાપરના નામ પર સેનેટની માન્યતા બાદ તેઓ US 6th સર્કિટ કોર્ટ ઓફ અપીલના જજ હશે. અમેરિકન જ્યુડિશિયરી માટે આ ખૂબ જ મહત્વનું પદ છે.
- ઈલેક્શન કેમ્પેઈનમાં જ્યારે ટ્રમ્પે થાપરનું નામ સજેશ કર્યું હતું ત્યારે વિરોધીઓ પણ અચંબામાં મૂકાય હયા હતા કારણ કે થાપર ખૂબ જ શખત જજ તરીકે અમેરિકામાં જાણીતા છે.
- જો થાપર US 6th કોર્ટ ઓફ અપીલમાં જજ બનશે તો તેમની પાસ કેન્ટુકી, ટેનેસી, ઓહિયો અને મિશીનગ રાજ્યમાં સુનાવણીના પાવર હશે.
- અમૂલ થાપર અટોર્ની જનરલ્સ એડવાઈઝરીમાં પણ કામ કરી ચૂક્યા છે, આ સીવાય તેઓ સિક્યોરિટી સબ-કમિટીમાં પણ સર્વિસ આપી ચૂક્યા છે.
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો