તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રમ્પની મુશ્કેલી વધી?, જુનિયર ટ્રમ્પે રશિયા સાથે સંબંધો વિશે ઘટસ્ફોટ કર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોશિંગ્ટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રએ મંગળવારે કેટલાક ઈમેલ જાહેર કર્યા હતા, જેમાં સ્પષ્ટ થયું કે એક રશિયન શખ્સે હિલેરી ક્લિન્ટન વિશે ટ્રમ્પની ચૂંટણી પ્રચાર ટીમને સંવેદનશીલ જાણકારી આપવાની ઓફર કરી હતી. આ ઈમેલ પર ટ્રમ્પના પુત્રએ જવાબ આપ્યો હતો કે આવું છે તે તેઓ આ જાણકારી અંગે વાત કરવાનું પસંદ કરશે. પુત્રએ ઈમેલ જાહેર કર્યા બાદ ટ્રમ્પની મુશ્કેલી વધી શકે છે. જો કે ટ્રમ્પે પુત્રના વખાણ કર્યા હતા.
 
- જૂનિયર ટ્રમ્પને રશિયન શખ્સે 3 જુન 2016માં ઈમેઈલ કર્યા હતા.
- મેઈલમાં કહેવામાં આવ્યું કે આ ડોક્યુમેન્ટ હિલેરીને ફસાવી દેશે અને આ તમારા પિતા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે.
- સાથે જ મેઈલમાં કહેવામાં આવ્યું કે આ જાણકારી ખૂબ જ સંવેદનશીલ છે પરંતુ રશિયા અને તેની સરકાર ટ્રમ્પના સમર્થનનો ભાગ છે.
- જૂનિયર ટ્રમ્પે થોડી જ મિનિટોમાં ઈમેલનો જવાબ આપ્યો, અને 9 જુને રશિયાના સરકારી વકીલ સાથે ન્યૂયોર્કમાં મિટિંગનું આયોજન થયું.
- આ મિટિંગમાં જૂનિયર ટ્રમ્પે કહ્યું કે મિટિંગમાં તેઓ પોતાની સાથે ઈલેક્શન કેમ્પેઈનના હેડ પોલ મેનાફોર્ટ અને જીજાજી જેરેડ કુશનરને સાથે લાવશે.
 
પુત્રના ટ્રમ્પે કર્યા વખાણ
 
જૂનિયર ટ્રમ્પે ઈમેલ જાહેર કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે નાના પુત્રના વખાણ કર્યા હતા, વ્હાઈટ હાઉસ પ્રવક્તા સારાહ હકબી સેન્ડર્સની મદદથી ટ્રમ્પનું નિવેદન જાહેર કરવામાં આવ્યું જેમાં કહેવામાં આવ્યું કે જૂનિયર ટ્રમ્પ એક જાણકાર શખ્સ છે. જો કે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં જૂનિયર ટ્રમ્પે કહ્યું કે રશિયન વકીલ સાથે મિટિંગ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે કોઈ જાણ ન હતી. ઉલ્લેખનીય છે કે ગતવર્ષે યુએસ ઈલેક્શનમાં ટ્રમ્પ અને હિલેરી મુખ્ય ઉમેદવાર હતા જેમાં ટ્રમ્પનો વિજય થયો હતો. ત્યારબાદ ટ્રમ્પ પર રશિયા સાથે સંબંધોથી ચૂંટણીમાં જીત મેળવી હોવાનો આરોપ લાગી રહ્યાં છે.
 
અન્ય સમાચારો પણ છે...