તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતને દોસ્ત માનનારા ટ્રમ્પ બન્યા US પેસિડેંશિયલ ઈલેકશ્નમાં રિપબ્લિકન નોમિની

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્લિવલેન્ડ. 13 મહિનાના કેમ્પેન અને 17 કેન્ડિડેટ્સને પાછળ છોડ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ યૂએસ પ્રેસિડેંશિયલ ઈલેક્શન માટે બુધવારે છેવટે રિપબ્લિકન નોમિની તરીકે ચૂંટાયા છે. ગ્રેંડ ઓલ્ડ પાર્ટીએ અનેક મહિનાઓથી ચાલી રહેલા કેમ્પેન અને ઈલેક્શન પ્રોસેસ પર 4000 કરોડ રૂપિયા ખર્ચ કર્યા બાદ પોતાના કેન્ડિડેટની પસંદગી કરી છે. 70 વર્ષના ટ્રમ્પ ભારતના સપોર્ટર છે. તેઓએ ભારતને અમેરિકાનો મોટું સહયોગી ગણ્યું છે. બીજી તરફ, તેઓ પાકિસ્તાનના સખત વિરોધી છે. તેઓ પાકિસ્તાનના ન્યૂક્લિયર વેપન્સને કબજામાં લેવા અને તેને રોકવા માટે ભારતની મદદ લેવાની વાત કહી ચૂક્યા છે.
ક્લિન્ટન સામે છે ટ્રમ્પનો મુકાબલો
- હવે પ્રેસિડન્ટ પોસ્ટના ઈલેક્શનમાં ટ્રમ્પનો સામનો ડેમોક્રેટિક પાર્ટીની લીડર 68 વર્ષીય હિલેરી ક્લિન્ટન સામે થશે.
- હિલેરી આવતા અઠવાડિયે ફિલેડેલ્ફિયામાં યોજાનારા ડેમોક્રેટિક પાર્ટીના કન્વેન્શનમાં પ્રેસિડન્ટ પોસ્ટની કેન્ડિડેટ તરીકે જાહેર થશે.
- 8 નવેમ્બરના રોજ આગામી પ્રેસિડેન્ટ ચૂંટવામાં આવશે. જાન્યુઆરીમાં ઓબામા વ્હાઈટ હાઉસ છોડી દેશે.
- ટ્રમ્પે રિપબ્લિકન નોમિની બન્યાના થોડા સમયમાં જ ટ્વિટર પર લખ્યું કે, હું ખૂબ જ મહેનત કરીશ અને આપને ક્યારેય નિરાશ નહીં કરું.
- રિપબ્લિકન પાર્ટીના કન્વેન્શનમાં ટ્રમ્પનો સમગ્ર પરિવાર હાજર રહ્યો હતો.
- ચાર દિવસના આ કન્વેશન ટ્રમ્પને એ સાબિત કરવાનો સૌથી શ્રેષ્ઠ અવસર હતો કે હિલેરી ક્લિન્ટનનો મુકાબલો કરવા માટે રિપબ્લિકન પાર્ટીના સૌથી શ્રેષ્ઠ કેન્ડિડટ પોતે જ હોઈ શકે છે.
રિપબ્લિકન પાર્ટીએ ટ્રમ્પને કેવી રીતે પસંદ કર્યા?

2,472 : કુલ ડેલિગેટ
1,237 : ટિકટ પ્રાપ્ત કરવા માટે જરૂરી વોટ
ટ્રમ્પઃ 1600થી વધુ વોટ મળ્યા
ગયા વર્ષે જૂનમાં ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા
- 16 જૂન 2015ના રોજ ન્યૂયોર્કના ટ્રમ્પ ટાવરમાં ડોનાલ્ડ ટ્રમ્પને પ્રેસિડેન્શિયલ કેન્ડિડેટ બનવાની દોડમાં ઉતારવાનો નિર્ણય થયો હતો.
- તેઓએ મેક અમેરિકા ગ્રેટ અગેન ના સૂત્ર સાથે પોતાનું કેમ્પેઇન ચલાવ્યું હતું.
- સમગ્ર કેમ્પેન દરમિયાન જ્યારે-જ્યારે દુનિયાભરમાં ક્યાંય પણ આઈએસઆઈએસના હુમલા કે અમેરિકામાં ફાયરિંગની ઘટના થઈ, ટ્રમ્પે મુસ્લિમ વિરોધી નિવેદનો આપ્યા.
- એકવાર ટ્રમ્પે ત્યાં સુધી કહી દીધું કે યૂએસમાં મુસલમાનોની એન્ટ્રી પર બેન ત્યાં સુધી યથાવત રહેશે જ્યાં સુધી દેશને એ માલૂમ ન પડી જાય કે છેવટે અહીં થઈ શું રહ્યું છે.
- આ પહેાલ પણ તેઓ અમેરિકામાં મસ્જિદોને બંધ કરવા અને મુસ્લિમો પર કડક નજર રાખવાની ભલામણ પણ કરી ચૂક્યા છે.
- ટ્રમ્પે અનેકવાર હિલેરી ક્લિન્ટન વિશે પણ વાંધાજનક કમેન્ટ્સ કરી છે.
- તેઓએ ઈમિગ્રન્ટ્સને રોકવા માટે મેક્સિકો બોર્ડર પર મોટી દિવાલ બનાવવાની વાત પણ કહી હતી.
આગળની સ્લાઈડમાં જાણો, ટ્રમ્પના 58 પેજના મેનિફેસ્ટોમાં ભારત વિશે શું લખ્યું છે?
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો