ઉકેલાયું ગુમ થયેલા MH370 વિમાનનું રહસ્ય? ટાપુ પર મળી આવ્યો કાટમાળ!

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુઆલાલુમ્પુર: હિંદ મહાસાગરના ફ્રેન્ચ ટાપુ લા રિયુનિયન પર બોઈંગ 777 વિમાનનો કાટમાળ મળ્યો છે. તેને ગયા વર્ષે ગુમ થયેલા મલેશિયન બોઈંગ 777 વિમાન MH-370નો કાટમાળ મનાય છે. મલેશિયાના વડાપ્રધાન નજીબ રઝાકના અનુસાર આ કાટમાળ બોઈંગ 777 સાથે ઘણી બધો મળતો આવે છે પણ તપાસ બાદ જ પાક્કા પાયે કહી શકાશે. ગયા વર્ષે આઠ માર્ચે કુઆલાલુમ્પુરથી બેઇજિંગ જતી વખતે તે ગુમ થયું હતું. તેમાં પાંચ ભારતીય સહિત 239 લોકો સવાર હતા. ત્યારથી તેને શોધવાનું કામ ચાલુ છે.
દુનિયાનું સૌથી મોંઘુ અભિયાન
આ એવિયેશન ઇન્ડસ્ટ્રીઝનું સૌથી મોંઘુ સર્ચ અભિયાન છે. તેનું નેતૃત્વ ઓસ્ટ્રેલિયા કરી રહ્યું છે. લગભગ 50 મિલિયન ડોલર ખર્ચાઇ ચૂક્યા છે. 1.20 લાખ ચોરસ કિમીમાં શોધ કરવામાં આવી ચૂકી છે. ઓસ્ટ્રેલિયાના પરિવહન પ્રધાન વોરેન ટ્રૂસે કહ્યુ હતું કે જો આ ખરેખર MH-370 નો કાટમાળ નીકળશે તો આ પાક્કું થઇ જશે કે વિમાન દક્ષિણ હિંદ મહાસાગરમાં જ ડૂબ્યુ હતું.
બોઇંગ 777ની પાંખનો ટુકડો
આ કાટમાળ 2.7 મીટર લાંબો અને 0.9 મીટર પહોળો છે. તપાસ કરી રહેલી એજન્સીએ કહ્યું છે કે તે બોઇંગ 777ની પાંખોનો ટુકડો છે. મલેશિયાએ પણ તપાસ ટીમ મોકલી છે.
અાંદામાન સાગર પર અંતિમ સંપર્ક હતો
આ વિમાનનો છેલ્લી વાર સંપર્ક મલેશિયન શહેર પેનોંગથી 230 માઇલ ઉત્તર-પશ્ચિમમાં અાંદામાન સાગરની ઉપર થયો હતો અને રિયુનિયન પેનાંગથી દક્ષિણ-પશ્ચિમમાં છે. કદાચ તે વહીને અહીં પહોંચ્યો હશે.
હિંદ મહાસાગરમાં આવેલા ફ્રેન્ચ લા રિયુનિયન આઈલેન્ડ ખાતે બુધવારે વિમાનનો કાટમાળ મળી આવ્યો આ અંગે વધુ વાંચવા આગળ ક્લિક કરો...