તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્યુબાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ફિડેલ કાસ્ત્રોનું 90 વર્ષે નિધન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ ક્યુબાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ અને ક્રાંતિકારી સામ્યવાદી નેતા ફિદેલ કાસ્ત્રોનું 90 વર્ષે અવસાન થયું છે. ક્યુબા પર 50 વર્ષ સુધી એકહથ્થુ શાસન ચલાવનારા કાસ્ત્રો અમેરિકાને કટ્ટર દુશ્મન ગણતા, એટલું જ નહીં અમેરિકા દ્વારા કાસ્ત્રોની હત્યાના 634 વખત પ્રયાસ કર્યો હોવાનું પણ ચર્ચાય છે. નેતાના મૃત્યુ અંગની જાહેરાત ક્યુબાની નેશનલ ચેનલે કરી હતી. જોકે, કયા કારણોસર મૃત્યુ થયું એ અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. 
 
ક્યુબાના વર્તમાન પ્રેસિડન્ટ અને ફિદેલના ભાઇ રાઉલ કાસ્ત્રોએ આ અંગે ટ્વીટ પણ કર્યું હતું. રાષ્ટ્રપતિ રાઉલે સરકારી ટીવી ચેનલ પર દુનિયાના મહાન ક્રાંતિકારીઓમાં સામેલ ફિદેલના નિધનની ઘોષણા કરતા કહ્યું હતું કે, ક્યુબન ક્રાંતિના કમાન્ડરનું આજે સાંજે 22.29 કલાકે હવાનામાં નિધન થયું.
 
13, ઓગસ્ટ 1926ના રોજ જન્મેલા કાસ્ત્રો ક્યુબન ક્રાંતિના નેતાઓ પૈકીના એક હતા. તેમણે ફેબ્રુઆરી, 1959થી 1976 સુધી ક્યુબાના પ્રધાનમંત્રી અને પછી ક્યુબાના પ્રેસિડન્ટ બની રાજ કર્યું. ફેબ્રુઆરી, 2008માં તેમણે રાજીનામું આપ્યું અને પછી તેમના ભાઇ રાઉલ કાસ્ત્રોને ક્યુબાના પ્રેસિડન્ટ બનાવવામાં આવ્યા.
 
સ્લાઇડ્સ બદલનો જાણો ફિદેલ કાસ્ત્રો ક્રાંતિકારી, રંગીન અને અમેરિકા સાથે દુશ્મની અંગેના ફેક્ટ્સ
અન્ય સમાચારો પણ છે...