તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

LIVE: US પ્રેસિડેન્શિયલ ઇલેક્શનઃ પહેલી વખત હિલેરી અને ડોનાલ્ડ આમને-સામને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ હિલેરી ક્લિન્ટન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ન્યૂયોર્કની હોફ્સ્ટ્રા યુનિવર્સિટી ખાતે પહેલી ડિબેટ થઈ. જેમાં હિલેરી ક્લિન્ટને ડોનાલ્ડ ટ્રમ્પને કાળા લોકો અને સ્ત્રીઓ સાથે અણછાજતું વર્તન દાખવનારા ગણાવ્યા. તે સિવાય ઓબામાના જન્મના મૂળ અંગે કાવતરું રચવાનો આરોપ પણ હિલેરીએ ડોનાલ્ડ પર લગાવ્યો. તે સિવાય ટેક્સ રિટર્નની વાત નીકળતાં જ ટ્રમ્પે હિલેરી દ્વારા ડિલીટ કરવામાં આવેલા 33000 ઇમેલ્સ અંગે ફોડ પાડવાનું હિલેરી કહ્યું હતું. આતંકી સંગઠન ISIS અને ફોરેન પોલિસી અંગે પણ બંને નેતાઓ વચ્ચે હોટ ડિસ્કશન થયું હતું. 90 મિનિટની આ ડિબેટને લગભગ 10 કરોડ લોકોએ જોઇ હતી. ડિબેટ બાદ થયેલા સરવેમાં 62 ટકા લોકોએ હિલેરીને સારાં કહ્યાં હતાં જ્યારે માત્ર 27 ટકા લોકોએ જ ટ્રમ્પને વોટ આપ્યો હતો.
અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીના ઉમેદવારો વચ્ચે ત્રણ ડિબેટ થાય છે. હિલેરીએ તેની શરૂઆત‘તમે કેમ છો ડોનાલ્ડ’ કહીને કરી હતી. ચર્ચા ત્રણ મુદ્દાઓ પર કેન્દ્રીય રહી હતી. અમેરિકાની દિશા શું હોય? સમૃદ્ધિ કઇ રીતે મળે? અને અમેરિકાની સુરક્ષા મજબૂત કઇ રીતે થાય? આ દરમિયાન ટેક્સ, રોજગાર, આતંકી સંગઠન આઇએસ અને વંશીય ભેદભાવ મુદ્દે આકરી ચર્ચા થઇ હતી. ચર્ચાની અંતમાં હિલેરીએ ડિબેટ મોડરેટર લેસ્ટર હોલ્ટ સાથે
હાથ મિલાવ્યા હતા, જ્યારે ટ્રમ્પે હાથ મિલાવવાનું ટાળ્યું હતું.
આગામી નવેમ્બર મહિનામાં અમેરિકામાં પ્રેસિડેન્શિયલ ઇલેક્શન યોજાશે. રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડેન્શિયલ કેન્ડિડેડ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના હિલેરી ક્લિન્ટન પહેલી વખત એકબીજાની આમને-સામને હતા. ન્યૂયોર્કની હોફ્સ્ટ્રા યુનિવર્સિટીમાં આયોજિત ડિબેટનું સંચાલન લેસ્ટર હોલ્ટ કર્યું હતું. આગામી ડિબેટ 9મી ઓક્ટોબરે યોજાશે.
હિલેરી અને ટ્રમ્પની હોટ ટોક

-ટ્રમ્પે 90 મિનિટમાં51 વાર હિલેરીને ટોક્યા
-ચર્ચા શરૂ થયાની 26 મિનિટમાં ટ્રમ્પે 25 વાર ટોક્યા
-ચર્ચા શરૂ થયાની 26 મિનિટમાં ટ્રમ્પે 25 વાર ટોક્યા
-સંચાલકે હિલેરીને 70 અને ટ્રમ્પને 47 વાર રોક્યા
તમે ટેક્સ રિટર્ન ક્યારે જાહેર કરશો ટ્રમ્પ?
ટ્રમ્પઃ મારું ઓડિટ ચાલી જ રહ્યું છે. તેમ છતાં મારા વકીલની મરજી વિરુદ્ધ હું મારું ટેક્સ રિટર્ન જાહેર કરીશ, પરંતુ તે પહેલા હિલેરી ક્લિન્ટનના ડિલીટ કરવામાં આવેલા 33,000 ઇમેલ્સમાં શું હતું તે પણ જાહેર થવું જોઇએ.
ક્લિન્ટનઃ કદાચ તમે એટલે ટેક્સ રિટર્ન જાહેર નથી કરતાં, કારણ કે તમે ક્યારેય ટેક્સ ભર્યો જ નથી. લીક થયેલા ઇમેલ્સ અંગે મારે એટલું જ કહેવું છે કે, મેં પ્રાઇવેટ સર્વરનો ઉપયોગ કર્યો હતો. જે મારી ભૂલ હતી. હું વધારે એક્સક્યૂઝ આપવા નથી માંગતી.
બરાક ઓબામા અમેરિકન નથી તેવું તમે કહો છો

ટ્રમ્પઃ મેં નહીં હિલેરી ક્લિન્ટનના 2008ના ઇલેક્શન કેમ્પેઇનની મેનેજરનો દાવો છે કે, ઓબામા અમેરિકામાં નથી જન્મ્યા.
હિલેરીઃ ઓબામાએ 2011માં બર્થ સર્ટિફિકેટ પણ રજૂ કર્યું, તેમ છતાં ટ્રમ્પે ઓબામા અમેરિકામાં નથી જન્મ્યા તેવી વાતો કરે છે.
ટ્રમ્પઃ મારા મતે ઓબામાને બર્થ સર્ટિફિકેટ રજૂ કરવાનું કહીને મેં સારું કામ કર્યું છે.
ક્લિન્ટને ટ્રમ્પ પર વધુ આક્રમક બનતાં કહ્યું હતું કે, 1970માં ટ્રમ્પ પ્રોપર્ટી વિરુદ્ધ એક કેસ નોંધાયો હતો. જેમાં કાળા વ્યક્તિને ઘર આપવાની કંપનીએ ના પાડી હતી. તે સમયે ટ્રમ્પની કંપનીનું સંચાલન ડોનાલ્ડના પિતા કરતાં હતા. આ ભૂતકાળ જ દર્શાવે છે કે, કાળા વ્યક્તિઓ પ્રત્યે તેમનું બિહેવિયર કેવું છે.
ટ્રમ્પ તરત ગુસ્સે થઇ જાય
- ટ્રમ્પના ગુસ્સાવાળા વર્તનને ટાંકીને હિલેરી કહ્યું હતું કે, તેમનો ઘમંડી સ્વભાવ જોતાં તેમને પરમાણુ હથિયાર કેવી રીતે સોંપવા તે ચિંતાનો વિષય છે. જે વ્યક્તિ એક સામાન્ય ટ્વીટથી છંછેડાઇ જાય, તેના હાથમાં ન્યૂક્લિયર વેપન્સ સોંપવામાં આવે તો શું થઇ શકે.
- જો કે, ટ્રમ્પે તેને જૂનો જોક ગણાવ્યો.
- હિલેરીએ જવાબમાં કહ્યું કે, ભલે જૂનું છે, પણ સાચ્ચું છે.
હિલેરીમાં નથી સ્ટેમિના
- ટ્રમ્પે હિલેરીની હેલ્થ પર સવાલ કર્યો કે, શું હિલેરી શારીરિક રીતે પ્રેસિડન્ટ બનવા ફિટ છે કે નહીં?
- હિલેરીમાં પ્રેસિડન્ટ બનવા માટે જરૂરી સ્ટેમિનાનો અભાવ છે, તેવું સતત ડિબેટમાં ટ્રમ્પે કહ્યું હતું.
- જવાબમાં હિલેરીએ કહ્યું હતું કે, જ્યારે ટ્રમ્પ 112 દેશોની મુલાકાત લઇ શાંતિ સ્થાપવાનો પ્રયત્ન કરે, યુદ્ધ અટકાવે, અસંતુષ્ટો સાથે ચર્ચા કરે અથવા કોંગ્રેસનલ કમિટી સાથે 11 કલાક ચર્ચા કરી લે પછી તેમણે મારી સાથે સ્ટેમિના અંગે વાત કરવી જોઇએ.
- જો કે, ટ્રમ્પે મોડરેટર લેસ્ટર હોલ્ટના મુખ્ય સવાલનો જવાબ આપ્યો ન હતો. ટ્રમ્પે અગાઉ કમેન્ટ કરી હતી કે, ક્લિન્ટ પાસે 'પ્રેસિડેન્શિયલ લૂક' નથી.
હિલેરી દર્શકોને મળ્યા, ટ્રમ્પ હાથ હલાવીને જતા રહ્યા

હિલેરી અને ટ્રમ્પની બોડી લેંગ્વેજ દર્શાવતી હતી કે તેમને ડિબેટમાં તેમના દેખાવનો અંદાજ હતો. ત્યારે જ તો સારો દેખાવ કરનારા હિલેરી ડિબેટ બાદ પોતાના પરિવાર સાથે લોકોને મળ્યા હતા. જ્યારે, ટ્રમ્પનો પરિવાર સ્ટેજ પરથી જ હાથ હલાવીને જતો રહ્યો હતો.

મારું માઇક્રોફોન ખરાબ હતો

ટ્રમ્પે દાવો કર્યો કે તેમનું માઇક્રોફોન ખરાબ હતો. તેમણે કહ્યું, શું તમે જોયું મને ખારબ માઇક્રોફોન અપાયો હતો. શું આમ જાણીજોઇને કરાયું હતુંω હવે હું તે માઇક્રોફોનવાળાને પૈસા નહીં આપું. તો તેઓ આરોપ લગાવશે કે ટ્રમ્પે બિલ નથી ચૂકવ્યું.
- સરવેમાં હિલેરીએ બાજી મારી (સીએનએન/ઓઆરસી પોલ)
સવાલહિલેરીટ્રમ્પ
કોણ સારું62%27%
મજબૂત નેતા56%39%
વિશ્વનીય નેતા53%40%
જનતા માટે સારા57%35%
આક્રમક33%56%
આગળ વાંચોઃ ઇકોનોમી અને હાઉસિંગ ક્રાઇસીસ અંગે ટ્રમ્પ અને હિલેરીએ શું કહ્યું
અન્ય સમાચારો પણ છે...