તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતીય મૂળના પ્રીત ભરારાએ કહ્યું- ટ્રમ્પ સામે કેસ ચલાવવા માટે પૂરતા પૂરાવા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોશિંગ્ટન: ભારતીય મૂળના અમેરિકાના પૂર્વ ફેડરલ પ્રોસિક્યુટર પ્રીત ભરારા (48) એ ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ લગાવ્યો છે. ભરારાના કહેવા પ્રમાણે અમેરિકાની ચૂંટણીમાં રશિયાએ દરમિયાનગીરી કરી હોવાના પુરતા પુરાવાઓ છે. પરિણામે ટ્રમ્પ પર કેસ ચલાવી શકાય છે. ભરારાએ એમ પણ કહ્યું કે, “તેઓ ઘણીવાર કારણ વગર ફોન કરતા હતા. જ્યારે હું જેમ્સ કોમીને હટાવવાની વાર્તાઓ સાંભળું છું તો લાગે છે કે આ બધું તો મારી સાથે પણ થઇ ચૂક્યું છે.” માર્ચમાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને હાઇપ્રોફાઇલ અટોર્ની પ્રીત ભરારા સહિત 46 એટોર્નીના રાજીનામા માંગ્યા હતા. રશિયા કેસની તપાસ કરી રહેલા FBI ચીફ જેમ્સ કોમીને પણ હટાવવામાં આવ્યા છે. 
 
તેઓ મારી સાથે સારા સંબંધો બનાવવા માંગતા હતા
 
- ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, ભરારાએ ABC ન્યુઝને કહ્યું, “બરતરફ કરતા પહેલા તેઓ મારી સાથે સારા સંબંધો બનાવવા માંગતા હતા.”
- “તેઓ મને કારણ વગર ફોન કરતા હતા. આ કંઇક એવું જ હતું જેવું કોમી સાથે કરવામાં આવ્યું.”
- “મને લાગે છે કે ટ્રમ્પ પર કેસ ચલાવવા માચે પૂરતા પુરાવાઓ છે. કાયદાના તમામ જાણકારોને સ્પષ્ટ રીતે લાગે છે કે આ વિક્ષેપ પાડી શકે તેવો દોષસિદ્ધ કેસ બની પણ શકશે કે કેમ.”
- “હું એટલા માટે પણ સાચો હોઇ શકું છું કારણકે હું આ કેસને થર્ડ પાર્ટી તરીકે જોઇ રહ્યો છું અને સરકારમાંથી બહાર છું.”
- “મને એવું લાગે છે કે શું પ્રેસિડેન્ટ પાસે સીધી રીતે કોઇ અધિકારીને બરતરફ કરવા માટેનો કે તપાસ કરાવવાનો અધિકાર છે?”
- “સાચી વાત તો એ છે કે તમારી પાસે અધિકારીને બદલવાની સત્તા છે, તેની ઇમ્યુનિટીને બદલવાની નહીં. એક રીતે આ ગુનાઇત મામલો છે.”
 
બીજું શું બોલ્યા ભરારા?
 
- “હું એક ઉદાહરણ આપું છું. માની લો માઇકલ ફ્લિને (યુએસના પૂર્વ એનએસએ) ટ્રમ્પને મિલિયન ડોલર્સ આપવાની ઓફર કરી અને કહ્યું કે હું આ એટલા માટે આપી રહ્યો છું કે જેથી તમે કોમીને બરતરફ કરી દો. તે પછી ટ્રમ્પે કોમીને બહારનો દરવાજો બતાવી દીધો. સૌને એવું લાગશે કે ટ્રમ્પ પાસે કોમીને હટાવવાની સત્તા છે પરંતુ આ સ્પષ્ટ રીતે એક ક્રિમિનલ કેસ છે.”
- “કોમીના તેમના કોલંબિયા લૉ સ્કૂલના દોસ્તની સાથે થયેલા કન્વર્ઝેનશનમાં પણ કશું નથી. ટ્રમ્પની ટીમને આ વાતની પૂરી જાણકારી પહેલેથી જ હતી.”
- “મુખ્ય વાત એ છે કે લોકોનું ફોકસ કઇ વાત પર હોવું જોઇએ. અમેરિકાના રાષ્ટ્રપતિ પોતાના ઉપ રાષ્ટ્રપતિ અને એટોર્ની જનરલ સાથે એક રૂમમાં છે. આ દરમિયાન તે પોતાના એફબીઆઇ ડાયરેક્ટર (કોમી) ને કહે છે કે તારે પૂર્વ NSA  વિરુદ્ધ તપાસ બંધ કરી દેવી જોઇએ. શું તેના પર ઇમ્પીચમેન્ટ ન ચાલી શકે? આ બહુ ગંભીર મામલો છે.”
 
 
- એક ઈન્ટરવ્યૂમાં ભરારાએ દાવો કર્યો કે 'એવું કહેવું મૂર્ખતા હશે કે અહીં કોઈ અવરોધ નથી.'
- એએનઆઈના રિપોર્ટ પ્રમાણે ભરારાએ શનિવારે ઈન્ટરવ્યૂમાં કહ્યું કે રાષ્ટ્રપતિ સામે ન્યાયમાં અવરોધના આરોપમાં કેસ શરૂ કરવા પૂરતા પૂરાવા છે.
- 'ભરારા કહ્યું કે એ સ્પષ્ટ થવું જરૂરી છે કે હાલ કોઈ નથી જાણતું કે શું અહીં અવરોધનો પ્રમાણિત મામલો છે કે કેમ.'
- ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને કોઈ કારણ દર્શાવ્યા વગર જ ભરારા પાસેથી રાજીનામું લઈ લીધું હતું, ત્યારબાદથી પ્રીત ભરારાનું આ પ્રથમ નિવેદન છે.
 
ટ્રમ્પ સાથેનો અનુભવ જણાવ્યો
 
પ્રીત ભરારાએ ટ્રમ્પ સાથે પોતાની અસહજ વાતચીત અંગે પણ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું કે અહીં રાષ્ટ્રપતિ ટ્રમ્પની સત્ય ન બોલનારા વ્યક્તિ જેવી છબિ બની ગઈ છે. ભરારાએ કહ્યું કે તેઓને આજે પણ ખબર નથી કે તેઓને કેમ કાઢી મૂકવામાં આવ્યા. જોકે, તેઓએ કહ્યું કે આજે તેઓને કાઢી મૂકવાનો કોઈ અફસોસ નથી કારણ કે તેઓ ખુશી ખુશી જીવન જીવી રહ્યાં છે.
 
કોણ છે પ્રીત ભરારા
 
- 45 વર્ષના પ્રીત ભરારાનો જન્મ પંજાબના ફિરોઝપુરમાં થયો હતો, તેમના પિતા શીખ હતા અને માતા હિ‌ન્દુ હતા.
- પ્રીતનાં બાળપણમાં જ તેમનાં માતા-પિતા અમેરિકા સ્થાયી થયા હતાં. પ્રીતનો ઉછેર ન્યૂજર્સીમાં થયો હતો.
- 1990માં તેમણે હાર્વ‌ર્ડ‌માંથી સ્નાતક થઇને કોલમ્બિયા લૉ સ્કૂલમાંથી કાયદાની ડિગ્રી લીધી હતી.
- કારકિર્દીનો પ્રારંભ તેમણે ચુકસ્કમત નામના અમેરિકન સેનેટરના એટર્ની તરીકે કર્યો હતો. ત્યારબાદ તેમની નિમણૂક દક્ષિણ ન્યૂર્યોકના આસિસ્ટન્ટ એટર્ની તરીકે થઇ હતી.
- બરાક ઓબામાને ભારતીય વંશના આ વકીલની કામગીરી પસંદ પડી ગઇ એટલે તેમણે પ્રીતને ન્યૂર્યોકના દક્ષિણ જિલ્લાના એટર્ની બનાવ્યા હતા.
- ન્યૂર્યોકમાં પ્રીત ભરારાની છાપ કાયદાની રખેવાળી કરવામાં હોલિવૂડના હીરો ક્લિન્ટ ઇન્સ્ટવુડ’ તરીકેની છે. ઘણા લોકો તેમને મેનહટનના કાઉબોય’ તરીકે પણ ઓળખે છે.
- ભારતીય મૂળના 48 વર્ષના ભરારાએ ઘણા હાઇ-પ્રોફાઇલ કેસો અને ઇન્વેસ્ટિગેશન થકી નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે એક ઓળખ બનાવી છે.
- ભરારા વિદેશો સાથે સંકળાયેલા મામલા, ઇન્સાઇડર ટ્રેડિંગ અને અમેરિકન નેતાઓના ઇન્વોલ્વમેન્ટને લગતાં મામલામાં એક્સપર્ટ છે.
અન્ય સમાચારો પણ છે...