મોદી અને ટ્રમ્પની મુલાકાતમાં થોડા ફેરફાર, એક રિપોર્ટરના એક સવાલનો આપશે જવાબ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોશિંગ્ટનઃ પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની પ્રથમ મુલાકાતને લઈને ઉત્સુક્તાપૂર્વક રાહ જોવાઈ રહી છે. ત્યારે આજે રાત્રે થનારી આ મુલાકાત પહેલાં તેમના પ્લાનમાં થોડો ફેરફાર થયો છે. અને બંને નેતાઓ વ્હાઈટ હાઉસમાં સાથે ડિનર લેતાં પહેલાં ઉપસ્થિત રિપોટર્સને સંબોધશે. અમેરિકા અને ભારતે સંયુક્ત પત્રકાર પરિષદ બાદ એક પણ સવાલ નહીં, તેવા જૂના પ્લાનમાં ફેરફાર કર્યો છે અને અગાઉથી નક્કી કરેલા સવાલના જવાબો આપવાની તૈયારીઓ દાખવી છે.
 
મુલાકાત પહેલાં થોડા ફેરફાર
 
- પીએમ મોદી અને પ્રમુખ ટ્રમ્પ વચ્ચે પહેલેથી નિર્ધારિત પ્લાનિંગ મુજબ ભારતીય સમય મુજબ 1 કલાક અને 20 મિનિટે મંત્રણા કરશે.
- બંને નેતાઓની વન-ટૂ-વન મીટિંગ થશે. જેમાં એક કલાક દ્વિ-પક્ષીય સંબંધો પર ચર્ચા થશે. તે પછી પ્રેસ સ્ટેટમેન્ટ રીલિઝ કરવામાં આવશે. 
- બાદમાં બંને નેતાઓ કોકટેલ રિસેપ્શનમાં ભાગ લેશે અને સાથે ડિનર કરશે. આ દરમિયાન પણ ઘણા અગત્યના મુદ્દાઓ પર લાંબી વાતચીત થશે. 
- બંને નેતાઓની મીટિંગ દરમિયાન અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ માઇક પેન્સ, નેશનલ સિક્યોરિટી એડવાઇઝર લેફ્ટનેન્ટ જનરલ એચઆર મેકમાસ્ટર, વિદેશ મંત્રી રેક્સ ટિલરસન, ડિફેન્સ મિનિસ્ટર જેમ્સ મેટિસ સહિત ઘણા ટોચના ઓફિસર્સ હાજર રહેશે. 
 - ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા પ્રથમ વખત કોઈ વિદેશી નેતાનું વ્હાઈટ હાઉસ ખાતે ડિનર અને મનોરંજનના કાર્યક્રમનું આયોજન થશે.
 
ભારત અમેરિકાના સંબંધમાં ઉતાર-ચડાવ
 
- પીએમ મોદીના અમેરિકામાં આગમન સમયે ટ્રમ્પે ટ્વિટ કરી તેમને સાચા મિત્ર ગણાવ્યાં હતા
- પીએમ મોદીએ તેના પ્રત્યુત્તરમાં તેઓ વન-ટૂ-વન ટોક માટે આતુર છે તેવું ટ્વિટ કર્યું હતું.
- પીએમ મોદીએ નવી દિલ્હીનું શાસન સંભાળ્યું ત્યારથી અમેરિકાની આ તેમની પાંચમી યાત્રા છે.
- તત્કાલિન પ્રમુખ બરાક ઓબામા સાથે વડાપ્રધાન મોદીના ઉષ્માપૂર્ણ સંબંધ હતા.
- વર્ષ 2015માં ગણતંત્ર દિવસની પરેડમાં પણ ઓબામાને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
- અમેરિકામાં ટ્રમ્પ પ્રમુખપદે આરૂઢ થયા બાદ તેઓએ સૌપ્રથમ પોલીસી જાહેર કરતાં H1-B વિઝામાં બદલાવની વાત કરી છે. H1-B વિઝાનો વધુમાં વધુ ઉપયોગ ભારતીય સોફ્ટવેર કંપની કરતી હોય છે.
- જે બાદ ટ્રમ્પે પેરીસ ક્લાયમેન્ટ ચેન્જમાંથી અમેરિકાને અલગ કરવાની જાહેરાત કરી હતી સાથે જ આ ડીલથી ભારતને ફાયદો થાય છે તેવા આક્ષેપ કર્યા હતા. જો કે ટ્રમ્પના આક્ષેપોનો વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે જવાબ આપ્યો હતો.
 
મુલાકાતનો હેતુ
 
- સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સંયુક્ત પત્રકાર પરિષદમાં અમેરિકા બે બિલિયન ડોલરના ડ્રોન ભારતને આપવાની જાહેરાત કરી શકે છે.
- રવિવારે પીએમ મોદીએ અમેરિકાના ટોપ CEO સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં તેઓએ ભારતને બિઝનેસ ફ્રેન્ડલી દેશ ગણાવ્યો હતો.
- યુરેશિયા ગ્રુપના શૈલેષકુમારના મતે પીએમ મોદીની આ મુલાકાત પાછળ એક જ હેતુ છે કે ભારત યુએસના રડાર પર બની રહે અને અમેરિકાનું નવું એડમિનિસ્ટ્રેશન ભારત સાથે સંબંધો મજબૂત  બનાવી જ રાખે જેવાં સંબંધો છેલ્લી સરકાર સમયે હતા. 
અન્ય સમાચારો પણ છે...