ટ્રમ્પના નવા ટ્રાવેલ પ્રતિબંધને અમેરિકાના ચાર રાજ્યએ કોર્ટમાં પડકાર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોશિંગ્ટનઃ કાયદાકીય દાવપેચથી બચવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવા ટ્રાવેલ બેન આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા પરંતુ હવે નવા ઓર્ડરને પણ અમેરિકાના ચાર સ્ટેટે કોર્ટમાં પડકાર્યો છે. સૌપ્રથમ હવાઈ ટાપુ જૂથ અમેરિકાનું પહેલું રાજ્ય હતું જેણે ટ્રમ્પના નવા ઓર્ડરનો વિરોધ કર્યો હતો ત્યારબાદ મસાક્યુસેટ્સ, ન્યૂયોર્ક અને વોશિંગ્ટને પણ ઓર્ડરને કોર્ટમાં પડકાર્યો હતો. સરકારી વકીલોએ હોનોલુલુની ફેડરલ કોર્ટમાં બુધવારે કેસ દાખલ કર્યો હતો.
 
હવાઈ ટાપુના સરકારી વકીલોનું કહેવું છે કે તેનાથી રાજ્યમાં વસતા મુસ્લિમો, વિદેશી વિદ્યાર્થીઓ અને સહેલાણીઓ પર અસર થશે. અમેરિકાનું 50મું રાજ્ય છે અને અહીં ગવર્નર તથા લેફ્ટનન્ટ ગવર્નર બંને ડેમોક્રેટ છે.
 
ટ્રમ્પના નવા આદેશ 16 માર્ચથી લાગુ થશે. ચીને જણાવ્યું કે રાજ્ય સરકારે 1,50,000 ડોલર ખર્ચીને એક બાહ્ય કાયદાકીય પેઢીને કેસ લઢવા આપ્યો છે. ચીને કહ્યું કે હવાઈના લોકો જાણે છે કે વિદેશીઓને આવતા અટકાવવા એક ખરાબ નીતિ છે. અમેરિકી કાયદાકીય વિભાગે હવાઈની કાર્યવાહી સામે ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે સાત મુસ્લિમ દેશના લોકોના અમેરિકા આવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેને ઘણાં રાજ્યોએ પડકાર ફેંક્યો અને અપીલ કોર્ટે પણ તે આદેશ પર રોક લગાવી દીધી. તેના બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે નવો ટ્રાવેલ આદેશ બહાર પાડી દીધો છે. તેમાં ઈરાકને હટાવીને બાકીના દેશો પર ટ્રાવેલ બેન લાગુ કરી દેવાયા. હવાઈના એટર્ની જનરલ ડગ્લાસ ચીન અને મુસ્લિમ સંઘના ઈમામો તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. હોનોલુલુના યુએસ ડિસ્ટ્રિક્ટ જજ ડેરિક વોટસને રાજ્યને કેસ કરવાની મંજૂરી આપી દીધી છે. તેના પર 15 માર્ચે સુનાવણી થશે.
 
હવાઈ શા માટે મહત્વપૂર્ણ છે?
 
પ્રશાંત મહાસાગરમાં આવેલા હવાઈ ટાપુ જૂથને 1893માં રાજાશાહી સમાપ્ત કરી અમેરિકાએ તેના પર કબજો કરી લીધો અને 1898માં તેને અમેરિકામાં સામેલ કરી લીધો હતો. અહીં દ્વિતીય વિશ્વયુદ્ધમાં પ્રથમ વખત પર્લ હાર્બર પર જાપાને હુમલો કર્યો હતો.
 
ઈવાંકાના મકાનમાલિકે યુએસ પર કેસ કર્યો
 
નાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાંકા અને જમાઈ જેરેડ કુશનરે વોશિંગ્ટનમાં જે વિદેશી અબજોપતિનું મકાન ભાડે રાખ્યું છે તેમણે અમેરિકાની સરકાર સામે કેસ કર્યો છે. મિનેસોટામાં તેમની કોપર-નીકલની એક ખાણનું લાઈસન્સ રિન્યૂ થતાં મકાનમાલિકે કેસ કર્યો છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જતા જતા ખાણનું લાઈસન્સ રિન્યૂ કરવાની ના પાડી દીધી હતી. હવે ટ્રમ્પ પણ તેને રિન્યૂ કરવાની ના પાડે છે.
 
અન્ય સમાચારો પણ છે...