પત્ની પર જ 'જાદુ' કરતો અમેરિકાનો પ્લાસ્ટિક સર્જન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના માયામીમાં રહેતો પ્લાસ્ટિક સર્જન પોતાની પત્ની પર જ વિવિધ કોસ્મેટિક સર્જરી કરીને તેનો 'ઇન હાઉસ' મોડેલ તરીકે ઉપયોગ કરે છે. ડોક્ટરે કહ્યું હતું કે, મારા નવા કસ્ટમર્સને ખેંચવા માટે હું વાઇફ પર જ વિવિધ સર્જરી કરીને તેને વધારે એટ્રેક્ટિવ બનાવું છું
 
- 48 વર્ષના ફિલિપ ક્રાફ્ટ માયામીમાં ક્લિનિક ચલાવે છે. 
- તેમણે કહ્યું હતું કે, પત્ની એન્નાએ બે દીકરાઓને જન્મ આપ્યો પછી તેણે જાતે જ પત્નીની બોડીને આકર્ષક બનાવી છે. 
- ફિલિપની 44 વર્ષીય પત્ની એન્ના પણ પતિના કામથી ખુશ છે. પોતાની પરફેક્ટ બોડીનો શ્રેય તે પતિને આપે છે. 
- ફિલિપ અને એન્નાના લગ્નને 22 વર્ષ થઇ ગયા છે. આ દરમિયાન ફિલિપે પત્ની પર બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ (સ્તનને લગતી સર્જરી) , લાઇપોસક્શન (પેટ ઘટાડવાની સર્જરી), બટ એન્હાન્સમેન્ટ, કમર અને પેટના ભાગને આકર્ષક બનાવતી સર્જરી, ગાલ અને હોઠમાં ફીલર્સ અને ચહેરાને યુવાન દર્શાવતી બોટોક્સ સર્જરી કરી છે. 

આગળ વાંચોઃ પહેલા પત્ની પણ સર્જરી કરાવવામાં ખચકાટ અનુભવતી
અન્ય સમાચારો પણ છે...