તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેગ્નન્સી સમયે પેટ હતું આવું, અમેરિકન મહિલાએ બધાને પાડ્યા ખોટા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં બે સપ્તાહ અગાઉ અનોખી ઘટના બની. 27 વર્ષની ક્રિસી કોરબિટ્ટને પ્રસવ પીડા ઉપડતા ફ્લોરિડાના ઓરેન્જ પાર્ક મેડિકલ સેન્ટરમાં એડમિટ કરવામાં આવી હતી. ડિલિવરીના અમુક સપ્તાહ અગાઉ ગર્ભવતી ક્રિસીનું પેટ અન્ય પ્રેગ્નન્ટ મહિલાઓની સરખામણી ખૂબ જ વિશાળ લાગતું હતું. બધા ક્રિસીને કહેતા હતા કે, ચોક્કસથી ટ્વીન્સ જ આવશે તને.
 
ક્રિસીએ બધાને ખોટા પાડ્યા

- ક્રિસીએ સ્થાનિક મીડિયાને જણાવ્યાનુસાર, શરૂઆતમાં મને બધું સામાન્ય લાગતું હતું. 
- પણ થોડા દિવસ પછી મને પણ પેટના ભાગમાં ખૂબ જ વજન લાગવા લાગ્યું. 
- ક્રિસીને જ્યારે પ્રસવ પીડા ઉપડી ત્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. 
- ત્રણ બાળકોની મા એવી ક્રિસીને સિઝેરિયન કરવાનો ડોક્ટર્સે નિર્ણય લીધો. 
- ઓપરેશન થિયેટરનો અનુભવ શેર કરતાં ક્રિસીએ કહ્યું હતું કે, મને તો કંઇ દેખાતું ન હતું પણ જેમ જેમ ડોક્ટર મારા પેટમાંથી બાળકને કાઢવા લાગ્યા તેમ તેમ હાજર ડોક્ટર તથા મેડિકલ સ્ટાફ ખુશ થયો એમ મને લાગ્યું. મને શરૂઆતમાં લાગ્યું કે, ચોક્કસથી મેં ટ્વીન્સને જન્મ આપ્યો હશે. 
- થોડી જ વારમાં ડોક્ટર બોલ્યા આનું વજન 7.5 કિલો હોવું જોઇએ. 
- બાદમાં ક્રિસીને ખબર પડી કે તેણે લગભગ 6 કિલોની બાળકીને જન્મ આપ્યો હતો. 
- સામાન્ય રીતે તાજા જન્મેલા બાળકોના વજનની સરખામણીમાં ક્રિસીની દીકરીનું વજન બમણું હતું. 
 
સ્લાઇડ્સ બદલોને જુઓ 6 કિલોની નવજાત બાળકીના ફોટોગ્રાફ્સ
અન્ય સમાચારો પણ છે...