મોદી ફેઈલઃ PMને નિષ્ફળ ગણાવતી વેબસાઈટનો રિપોર્ટ કાર્ડ

અમેરિકામાં ‘અલાઈઅન્સ ફોર જસ્ટીસ એન્ડ અકાઉન્ટીબિલીટી’ SAP સેન્ટર બહાર મોદીનો વિરોધ કરશે

divyabhaskar.com | Updated - Sep 21, 2015, 01:05 PM
About Alliance for Justice and Accountability will stage protest against Modi at USA
ઈન્ટરનેશનલ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24થી 30 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે જઈ રહ્યાં છે. જે દરમિયાન તેમને ભારે વિરોધનો સામનો કરવો પડે એવા સંજોગો વર્તાઈ રહ્યાં છે. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન આચરવામાં આવેલા પોલીસ દમનના વિરોધરૂપે અમેરિકામાં રહેતા પટેલો વિરોધ નોંધાવાના છે. તેમા હવે વધુ એક નામ ઉમેરાયું છે. ‘અલાઈઅન્સ ફોર જસ્ટીસ એન્ડ અકાઉન્ટીબિલીટી’ નામનું સંગઠન 27મીએ સેનો જોસમાં SAP સેન્ટર બહાર મોદીના કાર્યક્રમ વખતે વિરોધ કરવાનું છે. ભારતમાં પ્રસરી રહેલો હિંદુવાદ, માનવાધિકારનું હનન, લઘુમતીનું શોષણ, દલિત-આદિવાસીઓને થઈ રહેલા અન્યાય જેવા મુદ્દાઓ લઈને વિરોધ કરવામાં આવશે. સંગઠને મોદીને વડાપ્રધાન તરીકે નિષ્ફળ ગણાવતા modifail.com નામે વેબસાઈટ પણ બનાવી છે. જેને આધારે અહીં મોદીનો રિપોર્ટ કાર્ડ રજુ કરાઈ રહ્યો છે.

લોકશાહી
વેબસાઈટમાં આરોપ લગાવાયો છે કે વિરોધીઓને ચપ કરવા માટે મોદી સરકાર ‘સિક્યોરિટી ફોર્સિઝ’નો ઉપયોગ કરી રહી છે. વિરોધીઓને વિદેશ જવા પણ પણ મોદી સરકાર દ્વારા પ્રતિબંધ લગાવાયો છે. ઈન્ડિયન એનવાયર્મેન્ટલ ઈસ્યુ પર વિદેશમાં પ્રવચન આપવા જઈ રહેલી ગ્રીનપીસ એક્ટિવિસ્ટને મોદી સરકારે જવા નહોતી દીધી. મોદી સરકાર દ્વારા પ્રાઈવેટ પ્રોફિટ માટે ફોરેન ફંડિંગને આવકારી રહી છે. પણ લોકશાહી માટે કરાઈ રહેલા આંતરરાષ્ટ્રીય સહકારનો વિરોધ કરી રહી છે. આવા જ પગલાને ભાગરૂપે ‘ગ્રીનપીસ ઈન્ડિયા’ના બેક અકાઉન્ટ સીલ કરી દીધા હતા. એટલું જ નહીં, ફોર્ડ ફાઉન્ડેશન જેવા પ્રતિષ્ઠિત સંગઠનોને પણ આવી રીતે જ નિશાન બનાવાયા હતાં.

આગળની સ્લાઈડમાં વાંચો... દલિત અને આદિવાસી અને આદિવાસીઓને લઈને મોદી સરકારના વલણ અંગે...

About Alliance for Justice and Accountability will stage protest against Modi at USA
દલિત અને આદિવાસી

2015માં  મોદી સરકારે દલિત અને આદિવાસીઓના કલ્યાણ અર્થે ફાળવામાં આવતા બજેટના સ્ટેટ ફંડિંગમાં 57 ટકા સુધીનો ઘટાડો કરી નાખ્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસ એવા સુત્રો આપનારા મોદી વડાપ્રધાન બન્યા બાદ દેશમાં દલિત વિરોધી હિંસામાં વધારો થયો છે. હિંદુત્વાદી સંગઠનો દ્વારા દલિતો અને દલિતો માટે કામ કરી રહેલા સંગઠનો પર હુમલાઓ થવાના કિસ્સાઓ પણ વધ્યા છે.

આગળની  સ્લાઈડમાં વાંચો... ડિજિટલ ફ્રિડમ અંગે... 
About Alliance for Justice and Accountability will stage protest against Modi at USA
ડિજીટલ ફ્રિડમ

ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે મોદીએ ફ્રિ સ્પિચના સમર્થનમાં પોતાના ટ્વિટરનો ડીપી બ્લેક કરી નાખ્યો હતો. જોકે, વડાપ્રધાન બન્યા બાદ તેમના જ રાજમાં વાણી સ્વાતંત્ર્યના અધિકાર પર લગામ લગાવાઈ રહી છે. ગોવા અને કેરળનમાં ફેસબૂક પર મોદીનો વિરોધ કરનારાઓની ધરપકડ થાય છે. ઈન્ટરનેટ યુઝર્સ પર લગામ લગાવવામાં સરકાર દ્વારા સેક્શન 66Aનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમા સરકારને સુપ્રીમમાં ફટકાર પડી હતી. મોદી સરકારે Vimeo, કોલેજહ્યુમર, Github, Archive.org  પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. 
About Alliance for Justice and Accountability will stage protest against Modi at USA
અર્થતંત્ર

મોદી સરકાર ભારતીયોને ફુલગુલાબી અર્થતંત્રનું ખોટું ચિત્ર બતાવી રહી છે. GDPમાં પણ ઉંચા આંકડા બતાવવા માટે સરકાર દ્વારા નવી મેથડ શોધવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે આવી રીતે GDPની ગણતરી દુનિયામાં મોદી સરકાર સિવાય ક્યાંય પણ થતી નથી. વિશ્વમાં તેલની કિંમતોમાં 40 બિલિયન ડોલરનો ઘટાડો નોંધાયો હોવા છતાં દેશમાં તેલની કિંમતોમાં લોકોને રાહત આપવામાં નથી આવી.

આગળની  સ્લાઈડમાં વાંચો... ધાર્મિક સ્વાતંત્ર્યને લઈને મોદી સરકારના વલણ અંગે... 
 
About Alliance for Justice and Accountability will stage protest against Modi at USA
ધાર્મિક સ્વાતંત્ર્ય

મોદીના એક વર્ષના શાસનકાળમાં ધાર્મિક હિંસામાં વ્યાપક વધારો નોંધાયો છે. હિંદુરાષ્ટ્રવાદીઓએ દેશઆખામાં કેટલાય ચર્ચમાં તોડફોડ કરી છે. મુસ્લિમ અને ખ્રિસ્તીઓને હિંદુ બનાવવા મજબૂર કર્યા છે. મુસ્લિમ રાષ્ટ્રોમાં પ્રવર્તતા ઈર્શનિંદાને મળતા આવતા ‘ધર્માંતર વિરોધી’ કાયદો મોદી ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા ત્યારે લાવ્યા હતાં. આ કાયદા અંતર્ગત ધર્મપરિવર્તન કરનાર શખ્સને 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. આ જ કાયદા હેઠળ 50,000 દલિતોનો બૌદ્ધ બનતા અટકાવાયા હતાં. આ કાયદોનો મુખ્ય લક્ષ્ય ખ્રિસ્તી સમુદાય હતો. 
X
About Alliance for Justice and Accountability will stage protest against Modi at USA
About Alliance for Justice and Accountability will stage protest against Modi at USA
About Alliance for Justice and Accountability will stage protest against Modi at USA
About Alliance for Justice and Accountability will stage protest against Modi at USA
About Alliance for Justice and Accountability will stage protest against Modi at USA
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App