ચંદ્ર પરથી પાછા ફર્યા તો દારૂના નશામાં ડૂબી ગયા હતા, સેલ્સમેન બનવું પડ્યું

Buzz Aldrin Has Some Thoughts About First Man and the Flag

divyabhaskar.com

Sep 08, 2018, 04:16 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્ક: 'ફર્સ્ટ મેન' ફિલ્મમાં ચંદ્ર પર અમેરિકી રાષ્ટ્રધ્વજ ફરકાવાયો તે સીન ન રાખવા સામે એલ્ડ્રિને સખત વાંધો ઉઠાવ્યો છે. ચંદ્ર પર સૌપ્રથમ પગ મૂકનારા નીલ આર્મસ્ટ્રોંગના જીવન પર બનેલી હૉલિવૂડ ફિલ્મ 'ફર્સ્ટ મેન' રિલીઝ થતાં પહેલાં જ વિવાદોમાં ફસાઇ ગઇ છે. વિવાદના કેન્દ્રમાં આર્મસ્ટ્રોંગ સાથે ચંદ્ર પર ગયેલા એડવિન એલ્ડ્રિન (બજ એલ્ડ્રિન) છે. તેમણે ચંદ્ર પર અમેરિકી રાષ્ટ્રધ્વજ ફરકાવાયો તે પળને ફિલ્મમાં સામેલ ન કરવા સામે વાંધો ઉઠાવ્યો છે.

- તેમણે ચંદ્ર પર રાષ્ટ્રધ્વજ ફરકાવાયો હતો ત્યારની તસવીર ટિ્વટ કરીને લખ્યું કે અમેરિકી હોવાનું અમને ગૌરવ છે. આ ટિ્વટ અનેક વખત રિટિ્વટ થઇ ચૂકી છે. ફિલ્મમાં એલ્ડ્રિનના કેરેક્ટરને પણ નેગેટિવ દર્શાવાયું છે.
- એલ્ડ્રિનની જિંદગી ઉતાર-ચઢાવોથી ભરેલી રહી છે. એલ્ડ્રિન યુએસ એરફોર્સમાં પાઇલટ હતા. કોરિયન યુદ્ધ દરમિયાન તેમણે દુશ્મનોનાં ઘણાં મિગ વિમાનો તોડી પાડ્યાં હતાંં. 1963માં તેઓ નાસાના એસ્ટ્રોનોટ કોર્પ્સના સભ્ય બન્યા. તેમને ચંદ્ર પર ગયેલા પ્રથમ માનવ મિશનનો પણ હિસ્સો બનાવાયા.
- 1969ની 20 જુલાઇએ અેપોલો-11 ચંદ્ર પર પહોંચ્યું. નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર પગ મૂકનાર વિશ્વની પ્રથમ વ્યક્તિ બન્યા. તેની 9 મિનિટ બાદ એલ્ડ્રિન ચંદ્ર પર ઉતર્યા. બંને ત્યાં અંદાજે 2 કલાક રહ્યા.


* નાસાએ પ્લાન ન બદલ્યો હોત તો ઇતિહાસ કંઇક જુદો જ હોત:
નાસાના પૂર્વનિર્ધારિત પ્લાન મુજબ ચંદ્ર પર એલ્ડ્રિને પહેલા ઉતરવાનું હતું પણ સ્પેસક્રાફ્ટની સ્થિતિના કારણે પ્લાન બદલાઇ ગયો. આર્મસ્ટ્રોંગ પહેલા ઉતર્યા અને એલ્ડ્રિન ઇતિહાસમાં નામ નોંધાવવાનું ચૂક્યા. તેનો તેમને વર્ષો સુધી વસવસો રહ્યો. પછી તેઓ ડિપ્રેશનમાં સરી પડ્યા અને શરાબના નશામાં ડૂબી ગયા. પહેલાં નાસાની અને પછી અમેરિકન એરફોર્સની નોકરી પણ છોડી દીધી. થોડા દિવસો સુધી સેલ્સમેનની જોબ પણ કરવી પડી. આ બધામાંથી બહાર આવતાં તેમને 7 વર્ષ લાગી ગયાં.

X
Buzz Aldrin Has Some Thoughts About First Man and the Flag
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી